કોર્પોરેટર, અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી સૂચના પાઠવી સ્વચ્છતા અંગે વધુ મજબુત કામગીરી થશે
શહેરીજનોના મતે પણ એવોર્ડનો અનેરો મહત્વ: સ્લમ વિસ્તારમાં પણ ખાસ ધ્યાન અપાશે
નવીદિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે દેશભરના શહેરોમાં સ્વચ્છતા બાબતે પ્રત્યોગીતા યોજાઈ હતી તેમાં રાજકોટનો 11મોક્રમાંક આવ્યો હતો ત્યાર જરૂરી છે કે ગત વર્ષે રાજકોટનોઆપ્રત્યોગીતામાં 6ઠ્ઠો ક્રમાંક આવ્યો હતો. તેથી શહેરના પ્રથમ નાગરીક મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા આગામી વર્ષે રાજકોટને અગ્રેસર ક્રમાંક મેળવવા માટે તંત્રને જરૂરી સુચના પાઠવી કામગીરી વધુ મજબુત કરવા માટે જણાવ્યું છે.
મેયર ડો. પ્રદીપ ડવના જણાવ્યા પ્રમાણે શહેરીજનોમાં પણ સ્વચ્છતા અંગેના એવોર્ડનો અનેરો મહત્વ રહેલુ છે. આ વર્ષે રાજકોટ સ્વચ્છતા બાબતે નીચે આવતા જેકાઈ ત્રુટીઓ કે ખામીઓ રહેલી છે. તે તેને દૂર કરવા આગામી વર્ષે વધુ એકજુટ થઈને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળી ને કામ કરશે. આઉપરાંત રાજકોટના કોર્પોરેટર અને આમ નાગરીકોએ પણ તેમાં સહયોગ આપવા ડો. મેયર જણાવ્યું હતુ.
આ વર્ષે દેશભરના 4320 શહેરોમાંથી રાજકોટનો 11મો ક્રમાંક આવ્યો હતો. પરંતુ હવે રાજકોટને આવતા વર્ષે એકથી 5ની અંદર ક્રમાંક મેળવવા માટે તંત્ર ઝડપથી કામગીરી કરશે.
શહેરના સ્લમ વિસ્તારોમાં તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામા આવશે તેના માટે એક ટીમને કામગીરી સોંપવામાં આવશે. આ સાથે પર્યાવરણ વિભાગ અને અન્ય અધિકારીઓ તથા સેનેટેશન ચેરમેન, કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે મળીને રાજકોટને આવતા વર્ષે 1 થી 5માં સ્વચ્છતા અંગેનો ક્રમાંક મેળવવા માટે જહેમત ઉઠાવશે.
ગત વર્ષે રાજકોટનો જયારે 6ઠ્ઠો ક્રમાંક આવ્યો હતો ત્યારે આ વર્ષે 11મો ક્રમાંક આવતા શહેરીજનોમાં પણ નિરાશા દેખાઈ રહી છે. રાજકોટીયન્સમાં પણ સ્વચ્છતા અંગેના આ એવોર્ડમાં અનેરૂ મહત્વ દેખાઈ રહ્યું છે. ત્યારે રાજકોટ દેશમાં કોઈ પણ બાબતે પોતાનો ડંકો વગાડે છે તો તે ફકત તંત્ર માટે જ નહી પરંતુ નાગરીકોમાટે પણ અતી મહત્વનું છે.