વધુ એક વખત નેશનલ લેવલનો બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ હાંસલ કરતી આર.સી.સી.બેંક
પૂર્વ ચેરમેન પૂજય જયંતીભાઈ કુંડલીયાના સિઘ્ધાંતોને અનુસરીને નફાકારકતામાં દેશભરમાં આર.સી.સી.બેંક ટોચના સ્થાન પર પહોંચી છે: ચેરમેન મનસુખ પટેલ
ડો.પુરુષોતમ પીપરીયાની સુઝબુઝ અને જ્ઞાનના લાભ થકી બેંકની સિદ્ધિઓ આ મુકામ પર પહોંચી છે: એમ.ડી ડો.બીનાબેન કુંડલીયા
મુંબઈ નજીક કરજત મુકામે ભવ્ય રેડિશન બ્લુ રિસોર્ટમાં સહકારી ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું એવીયેસ પબ્લીકેશન-કોલ્હાપુરથી પ્રસિઘ્ધ થતુ બેંકો મેગેઝીન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ બેંકો પુરસ્કાર-૨૦૧૮ સમારંભ યોજાયેલ હતો. આ પુરસ્કાર બેંકો અને ગેલકસી ઈનમા-પુના કે જે પબ્લીક, પ્રાઈવેટ અને કો-ઓપરેટીવ સેકટરમાં હરીફાઈ અને પડકારોના પ્રવર્તમાન સમયમાં ઉતમ કસ્ટમર સર્વિસ કેમ પુરી પાડી શકાય તેમજ કો-ઓપરેટીવ બેંકોની વર્કીંગ પ્રોસેસની ચકાસણી અને કઈ જગ્યાએ લુફોલ્સ છે તે અંગે ધ્યાન દોરવું અને બેંકની કામગીરી આર.બી.આઈ.ના માર્ગદર્શિકા, બેંકની પોલીસી વિગેરેને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે કે કેમ ? તે બાબતો ચેક કરી સુચનો કરે છે.
આ પ્રતિષ્ઠાભર્યા એવોર્ડમાં ભારતભરની ૫૦૦થી વધુ અર્બન બેંકોના નોમીનેશન થયેલ હતા. જેમાં ૭૦ અર્બન બેંકોને કેટેગરીમાં એવોર્ડ મળેલ હતા તેમાં ૧૫૦થી ૨૦૦ કરોડની ડિપોઝીટ ધરાવનાર બેંકની કેટેગરીમાં ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી., રાજકોટની પસંદગી થયેલ હતી. રાષ્ટ્રીય કક્ષાના આ એવોર્ડમાં પ્રથમ હરોળની બેંકોને એવોર્ડ નોમીનેશન માટે આમંત્રિત કરવામાં આવે છે. જેમાં બેંકોના તમામ પ્રકારની નાણાકીય પરિસ્થિતિ અને પાસાઓનું મુલ્યાંકન બેકીંગ ક્ષેત્રના તજજ્ઞ જયુરી કરતા હોય છે. આ જયુરી પેનલે દેશભરની બેંકોએ કરેલ નોમીનેશન માંથી ઉત્કૃષ્ટ પરીણામલક્ષી કામગીરી કરવા બદલ આર.સી.સી.બેંકની પસંદગી ઉતારી હતી તે માત્ર રાજકોટની નહીં સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન બાબત કહી શકાય.
આ ઐતિહાસિક એવોર્ડ સમારંભમાં ૨૬ વર્ષથી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયામાં ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ સહિતનાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરનાર અને હાલ કોટક મહેન્દ્ર બેંકના સીનીયર એકઝીકયુટીવ ટી.વી.સુધાકર, બેંકો મેગેજીનનાં ચીફ એડીટર અવિનાશ સિન્થ્રે તેમજ ગેલેકસી ઈનમાના ડિરેકટર અશોક નાયકના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
દર વર્ષે એવોર્ડ સેરેમની સાથે બેકિંગ અને ટેકનોલોજીને સંલગ્ન અલગ-અલગ ક્ષેત્રના તજજ્ઞ/ ફેકલ્ટીને બોલાવી હાજર પાર્ટીશીપેન્ટને પ્રવર્તમાન પ્રવાહથી માહિતગાર કરવાના હેતુથી એડવાન્સ ટ્રેનીંગ પ્રોગ્રામનું પણ બેંકો દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કે જે એશીયાનું લાર્જેસ્ટ ટાયર-૪ કક્ષા સુધીનું ડેટા સેન્ટર ધરાવનાર તેમજ મોડયુલર ઈન્ફોટેક પ્રા.લી. કે જે ડોકયુમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમના ક્ષેત્રમાં દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે.
ગૌરવની વાત તો એ છે કે, આ ટ્રેનીંગ સેમીનારમાં એક સેશન પેનલ ડિસ્કશન માટેનું નકકી કરવામાં આવેલ. આ ફંકશનમાં દેશભરમાંથી બેંકોનાં ચેરમેન, એમ.ડી અને સીઈઓ કક્ષાના ૫૦૦થી વધુ પ્રતિનિધિઓ હાજર હતા અને તેમાં માત્ર પાંચ પ્રતિનિધિને પેનલ ડિસ્કશન માટે ડાયસ ઉપર આમંત્રિત કરવામાં આવેલ. આ પાંચ પ્રતિનિધિમાં સૌપ્રથમ આર.સી.સી.બેંકના સીઈઓ એન્ડ જનરલ મેનેજર અને સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનનાં સીઈઓ ડો.પુરુષોતમ પીપરીયાના નામની ઘોષણા કરવામાં આવેલ ત્યારે સમગ્ર સભાખંડ તાલીયોના ગળગળાટથી ગુંજી ઉઠેલ.
ડો.પીપરીયા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનાં તા.૨૭/૦૯/૨૦૧૮ના સરકયુલર પ્રાયમરી અર્બન કો-ઓપરેટીવ બેંકને સ્મોલ ફાયનાન્સમાં સ્વૈચ્છીક જવા માટે આર.ગાંધીનાં પ્રમુખપદે રચાયેલ કમીટીએ કરેલ ભલામણો અને માર્ગદર્શીકા ઉપર લઈ અર્બન કો-ઓપરેટીવ બેંકોને આ સરકયુલરથી થતા ફાયદા અને ગેરફાયદાની ઉંડાણપૂર્વક વિસ્તૃત છણાવટ કરેલ ત્યારે હાજર સર્વેએ ડો.પીપરીયાને ખરા અર્થે કાયદેઆઝમ તરીકેના મળેલ બિરૂદને યથાર્થ ઠેરવેલ.
ભવ્યાતીભવ્ય એવોર્ડ સમારંભમાં ધિ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે હાજર રહેલ ૫૦૦થી વધુ ડેલીગેટોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપેલ અને ડાયસ ઉપર હાજર રહેલ મહાનુભાવોના હાથે બેંકના એમ.ડી. ડો.બીનાબેન કુંડલીયા, સીઈઓ એન્ડ જનરલ મેનેજર ડો.પુરુષોતમ પીપરીયા અને ડેપ્યુટી જનરલ મેનજેર પ્રકાશ શંખાવલાએ એવોર્ડ સ્વિકારી ધન્યતા અનુભવેલ અને માત્ર રાજકોટ નહીં પણ સમગ્ર રાજયને આર.સી.સી.બેંકે ગૌરવ અપાવેલ છે.