પાક.નું ધોવાણ થતાં જગતનો તાત ભારે મુશ્કેલીમાં
અમારી સરકાર ખેડુતોની સરકાર છે. જગતના તાતની ચિંતા કરીને છીએ તેવા જાહેરમાં બણગા ફુંકતા કૃત્રિ મંત્રીના કાલાવાડમાં જ તાલુકાના ટોડા ગામના ખેડુતો પાક નિષ્ફળ સર્વથી વંચીત છે. ત્યારે સરકાર દ્વારા જે તાલુકામાં ભારે વરસાદ થયો ત્યા સર્વે કરીને સહાયનું આશ્રાસન આપ્યું હતું. જો કે કાલાવડ તાલુકામાં અનેક ગામોમાં વધુ વરસાદ પડયો છે. પણ ત્યાં આ જાહેરાત માત્ર કાગળ પર જ છે કાલાવડ તાલુકામાં સપ્ટેમ્બર મહિનાની ૧પ તારીખ સુધી અતિશય વધુ વરસાદ પડયો છે. જેના કારણે તાલુકાના અનેક ગામડાઓમાં ખેડુતોને નુકશાન થયું છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધસ સર્વે કરાયો નથી. કાલાવડ તાલુકાના ટોડા, મકરાણી, સણોસરા, ભગત ખીજડીયા, જાલણસર, જામવાળી, જશાપર ગામના ખેડુતોનું કહેવું વે કે આ વર્ષ એરંડા, મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકનું વાવેતર કર્યુ હતું. પરંતુ ભારે વરસાદને કારણે સતત ભરાતા પાણીના કારણે પાક નાશ પામી ગયો છે. અને ધોવાણ થઇ ગયો છે. તો રાજય સરકારે જાહેરાત કરવા છતાં પણ કોઇ સર્વે કરવા હાલ સુધી આવ્યા, પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હજુ સુધી ખેતરોમાં પાણી ભરાયેલા છે. ત્યારે ખેડુતોની એ ક જ માંગ છે કે સર્વ કરી સહાય કરો.