ર૦થી વધુ રાઇડસ, ફૂડ પાર્ક સહિતના આકર્ષણો
રંગીલા રાજકોટ શહેરના ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ પર ક્રિષ્ના કાઠિયાવાડી રેસોરન્ટની પાછળ શરૂ કરવામાં આવ્યું છે. ભવ્યતી ભવ્ય ‘ધ લાયન વોટર પાર્ક’ ઉનાળાની સીઝનની શરૂઆતમાં જ શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત અપાવવા શહેરથી તદ્દન નજીક વોટર પાર્ક બનાવવામાં આવ્યું છે. હલેન્ડા ગામના ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત નવાનાથજીબાપુ ગુરુ નારાણનાથજી બાપુના હસ્તે દીપ પ્રાગટય કરી આ વોટર પાર્કને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ તકે રાજય સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાના અસહ્રય તાપમાં શહેરીજનો દિવસભર અહીં રહીને વોટકપાર્કની તમામ રાઇડસ અને સ્વીમીંગ પુલમાં મોજ કરી શકે તે માટે વિવિધ રાઇડસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ ૬ એકર જેટલી વિશાળ જગ્યામાં ર૦ થી વધુ વિવિધ રાઇડસ ધરાવતું આ એક માત્ર વોટર પાર્ક છે. વોટક પાર્કમાં ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવ્યું છે. વિવિધ રાઇડસમાં વેવ પુલ રાઇડસ બાળકો માટેની રાઇડસ ફેમીલી રાઇડસમાં પરિવારિક આનંદ આપ માણી શકશો તેવી તમામ સુવિધાઓ બનાવવામાં આવી છે. મહિલાઓ અને પુરૂષો માટે વિશાળ અલગ અલગ લોકલ રૂમની વ્યવસ્થા છે વેવ પુલમાં આપ બેસશો તો દરિયામાં જઇને આપને મોજા અથડાઇ તે જ રીતે અહી લોકો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જે સમગ્ર જનતામાં આકર્ષકનું કેન્દ્ર બની છે. આ ભવ્ય વોટક પાર્ક મુંજકા ગામના વતની મહેશભાઇ વજુભાઇ બોરીચા, મનુભાઇ કાથડભાઇ સેગલિયા, પ્રવીણભાઇ કાથડભાઇ સેગલિયા, હિતેશભાઇ વજુભાઇ બોરીચા, પ્રવીણભાઇ લાભભાઇ સેગલિયાના અથાગ પ્રયતનો અને મહેનતના અંતે તૈયાર થયું છે.