મવડી સ્મશાને નોન કોવિડ ડેથ બોડી લઇ જઈ શકાશે:કોર્પોરેશનની સત્તાવાર જાહેરાત
કોરાનાના કેસમાં ઘટાડો નોંધાતા અને મૃત્યુ દરમાં પણ ઘટાડો થતા કોર્પોરેશન દ્રારા
હવેથી ફક્ત ૮૦ ફૂટ રોડ સ્થિત બાપુનગર સ્મશાનગૃહ કોવિડ માટે અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય તમામ સ્મશાન ખાતે નોન-કોવિડ બોડી મોકલી શકાશે
મહાપાલિકા દ્વારા શહેરના બાપુનગર અને મવડી સ્મશાનગૃહ હંગામી સમય માટે કોવિડ બોડી માટે અનામત રાખવામાં આવ્યા હતા. જે પૈકી હવેથી ફક્ત બાપુનગર સ્મશાનગૃહ કોવિડ બોડી માટે અનામત રહેશે જ્યારે અન્ય તમામ સ્મશાનો ખાતે સામાન્ય બોડી (નોન-કોવિડ) બોડી લઈ જઈ શકાશે.
આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજકોટમાં કોરોનાના માત્ર ૨૬ કેસ નોંધાયા હતા. ગઈકાલે ૧૨૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા.કુલ કેસનો આંક ૪૦૪૫૭ પહોંચ્યો છે.રિકવરી રેઈટ ૯૭.૬૫ ટકા થવા પામ્યો છે.કુલ ૧૧૨૯૮૭૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. પોઝીટીવીટી રેઇટ ૩.૬૭ ટકા જેવો છે.છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે.જો કે અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્રારા લેવામાં આવશે.
ગત મહિને કોરોના ચરમસીમાં પર હતો અને રોજ અનેક લોકોના મોટ થઈ રહ્યા હતાં.ત્યારે ચાર સ્મશાન કોરોના ડેથ બોડી માટે અનામત રાખવામાં આવ્યા હતાં. હવે એકમાત્ર બાપૂનગર સ્મશાનને કોવિડ ડેથ બોડી માટે અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યભરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.જેનાથી વહીવટી તંત્ર સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતાં આજની તારીખે અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલો માં ૫૨૪૦ બેડ ખાલી છે છેલ્લા બે માસથી રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના હવે પોરો ખાતા લોકોને રાહત થવા પામી છે. કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણતાના આરે છે. છતાં તંત્ર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.કોરોનાથી થતા મૃત્યુદરમાં પણ દિનપ્રતિદિન સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે સૌથી મોટી અને સારી બાબત છે.ટેસ્ટિંગ બુથ પર પણ હવે લોકોની લાઈનો જોવા મળતી નથી. ટૂંકમાં આવે કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણ થવા પર છે.જેથી હવે રાજકોટમાં કોવિડ ડેથ બોડીની અંતિમવિધિ માટે માત્ર એક જ સ્મશાન અનામત રાખવમાં આવ્યું છે.