• સતત થતી બળદોની ઉપેક્ષાને ટાળવા સદભાવના દ્વારા શરૂ કરાયું સદભાવના બળદ આશ્રમ: ત્રણ વર્ષ જેટલો માતબર સમય વીતી ગયા બાદ હવે ખેડૂતોમાં આવી છે જાગૃતતા: ન સચવાતા બળદોને બળદ આશ્રમ ખાતે મૂકી આવવામાં આવે છે
  • દરેક ઋતુને ધ્યાને લઈ બળદોની રખાય છે સાર સંભાળ: યોગ્ય વ્યવસ્થાની સાથો સાથ સ્વાસ્થ્ય અંગે પણ કરાય છે જાળવણી: ભુપતભાઈ રાદડીયા
The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served
The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served

ધાર્મિક, સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ માનવીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતું એક તૃણાહારી નર પ્રાણી એટલે બળદ. આદિકાળમાં જ્યારથી સંસ્કૃતિનું પરોઢ પાંગર્યું અને કૃષિસંસ્કારના પદધબકાર શરૂ થયા ત્યારથી માનવે પશુઓને પાળવાની અને તેમને ઉપયોગમાં લઈ પોતાનો બોજો હળવો કરવાની શરૂઆત કરી છે. તે સમયથી બળદે પોતાની જવાબદારી બખૂબી રીતે નિભાવી છે પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ખેતી પણ અત્યંત આધુનિક અને અધ્યતન બની ગઈ અને જગતના તાત ખેડૂતે બળદના ઉપયોગના બદલે યાંત્રિક ઉપકરણોનો ઉપયોગ ખેતી માટે શરૂ કરી દીધો અને પરિણામ સ્વરૂપે બળદની ઉપેક્ષા પણ શરૂ થઈ. ત્યારે વર્ષો સુધી જે બળદે ખેડૂત અને ખેતીને પોતાનું યોગદાન આપ્યું ત્યારે તેની ઉપેક્ષા થાય તે અયોગ્ય છે

આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર ગુજરાતમાં ન હોય તેવું બળદ આશ્રમ સદભાવના ગ્રુપ દ્વારા ખીરસરા ખાતે શરૂ કરવામાં આવ્યું. માત્ર બળદ આશ્રમ શરૂ કરવું જ નહીં પરંતુ ત્યાં રહેતા લંગડા- બીમાર કે કોઈ ક્ષતિ ધરાવતા હોય તેવા બળદોની માનવતા વાદી રીતે સેવા અને તેની સારવાર કરવામાં આવે છે.  આ એક ઉત્તમ ઉદાહરણ સમાજમાં સદભાવના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં સંસ્થાના આગેવાનો દ્વારા સતત એ વાતની પણ અપીલ કરવામાં આવે છે કે બળદને કતલખાને હતા રોકવા માટે અને કોઈ ખેડૂત તેનું ભરણ પોષણ ન કરી શકતો હોય તે તમામ બળદોને અહીં બળદ આશ્રમ ખાતે લઇ આવવામાં આવે જેથી તેમની યોગ્ય રીતે સાર સંભાળ લઈ શકાય.

બળદ આશ્રમના સંચાલક ભુપતભાઈ રાદડીયાએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે બળદ એટલે કે નંદીજી કે જે શિવજીનું વાહન છે તેની આટલી મહત્વતા હોવા છતાં આજના સમયમાં તેને અપેક્ષિત કરવામાં આવી રહ્યું છે જે ખરા અર્થમાં અયોગ્ય છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે સમગ્ર ભારત વર્ષમાં ગૌશાળાનું નિર્માણ થતું હોય છે અને લોકો ગાયોની સેવા કરતા હોય છે પરંતુ ખેતીમાં બળદનું યોગદાન પણ ખૂબ વધુ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે નિષ્ક્રિય થઈ જતા તેના પર નો જે ભાવ હોવો જોઈએ તે રહેતો નથી અને તેને પરિણામે તરછોડી દેવામાં આવે છે. બળદ એ ખેડૂતનો પ્રથમ દીકરો છે કે જે તેની ખેતીમાં સંપૂર્ણપણે તેનો સાથ આપે છે. બળદ માત્ર ખેતી જ નહીં પરંતુ માનવની પણ ભરપૂર સેવા કરી છે. બળદ આશ્રમને ત્રણ વર્ષ જેટલો માતબર સમય પણ વીતી ગયો છે અને શરૂઆતના સમયમાં આશ્રમ ખાતે 500 થી 550 જેટલા બળદો હતા પરંતુ હાલ 1600 થી વધુ બળદો આશ્રમમાં વસવાટ કરે છે અને તેની ખૂબ સારી રીતે સેવા પણ કરવામાં આવી રહી છે.

The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served
The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સમય બદલતા ખેડૂતોમાં પણ ઘણા ખરા હશે જાગૃતિ આવી છે અને તેઓ પણ એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કે જો તેમની પાસે કોઈ સગવડતા ન હોય તો તેઓ પોતાના બળદને બળદ આશ્રમ ખાતે મૂકી આવે જેથી તેની વૃદ્ધાવસ્થામાં બળદને કોઈ અન્ય પ્રશ્નો ન સતાવે અને તે તેનું પાછલું જીવન ખૂબ સારી રીતે જીવી શકે. ભુપતભાઈ રાદડિયા જણાવ્યું હતું કે જ્યારે બળદ આશ્રમ નું નિર્માણ કરવાનો વિચાર કરવામાં આવ્યો ત્યારે એક સમય તો લાગ્યું કે આ આશ્રમને કઈ રીતે ચલાવવામાં આવશે, શું ખર્ચ થશે અને લોકોમાં કયા પ્રકારનો ભાવ ઉભો થશે આ તમામ પ્રશ્નો વિચારવામાં આવ્યા હતા પરંતુ અંતે બળદોની સ્થિતિની કરુણતા જોઈને જ એ નિર્ધાર કરવામાં આવ્યો કે બળદ આશ્રમ ખોલવું જ જોઈએ. એકવાર જ્યારે બળદ આશ્રમ ખુલ્યું ત્યાર પછી દાતાઓ, તથા લોકોમાં પણ ઘણો સારો પ્રતિસાદ જોવા મળ્યો એટલું જ નહીં ખેડૂતોનો પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે.

The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served
The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served

બળદોની દિનચર્યા અંગે તેઓએ જણાવ્યું હતું કે ઉનાળાના સમયમાં બળદોને સવારથી બપોર સુધી જે અધ્યતન શેડ બનાવવામાં આવ્યો છે તેના હેઠળ રાખવામાં આવે છે અને ત્યારબાદ સાંજના સમયમાં આશ્રમની બાજુમાં જ જે ખુલ્લુ મેદાન છે ત્યાં તેઓને વિહાર કરવા મોકલી દેવામાં આવે છે. જેથી સાંજના સમય દરમિયાન શેડ એટલે કે ગમાણને ચોખ્ખું પણ કરવામાં આવે જેથી તેમના સ્વાસ્થ્યને કોઈ પ્રશ્ન ઊભો ન થાય. શિયાળામાં શેડને ટાર્પોલીન થી ઢાંકી દેવામાં આવે છે જેથી બળદોને સહેજ પણ ઠંડીની અનુભૂતિ ન થાય. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે જ્યારે કોઈ બળદ પોતાના અંતિમ શ્વાસ લિયે તે સમયે અને તે ઘડીએ પણ જે તે બળદને કોઈ રજડતું મૂકી દેવામાં આવતું નથી તેમના સંસ્કારથી જ તેમનું અંતિમ સંસ્કાર થાય અને તેમનો મલાજો જળવાઈ તે રીતે જ તેમની અંતિમવિધિ કરવામાં આવે છે.

પ્રતિ દિવસ સવારે બળદોને 200 થી 300 મણ લીલી મકાઈ આપવામાં આવે છે

બળદના ખોરાકને લઈને જ્યારે સદભાવના બળદ આશ્રમના સંચાલક ને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું કે પ્રતિ દિવસ સવારના સમયે બળદોને આશરે 200 થી 300 મણ લીલી મકાઈ આપવામાં આવે છે. ત્યારબાદ આખા દિવસમાં બે વખત સૂકું ઘાસ આપવામાં આવે છે. જેમાં ચણાનું ખાલિયું જેવું આપવામાં આવે છે.

મેડિકલ સહાય માટે સદભાવના દ્વારા પશુ હોસ્પિટલ ઉભી કરાય છે

The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served
The only ashram in entire Gujarat where more than 1,600 bulls are served

બળદ આશ્રમના સંચાલક ભુપતભાઈ રાદડિયા જણાવ્યું હતું કે બળદોને મેડિકલ સહાય આપવા માટે પશુ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેથી કોઈપણ બળદ બીમાર હોય, અથવા ક્રિટિકલ પરિસ્થિતિમાં હોય તેમની સારવાર હોસ્પિટલ ખાતે જ કરવામાં આવે છે. સૌથી વધુ પ્રમાણ બળદોમાં શિંગડાના કેન્સરનું હોય છે તેનું ઓપરેશન કરી શિંગડું કાઢી નાખવામાં આવે છે. પશુ હોસ્પિટલ જે ઉભી કરવામાં આવી છે તેમાં અધ્યતન ઓપરેશન થિયેટર પણ ઊભું કરવામાં આવ્યું છે. માત્ર બળદ આશ્રમમાં રહેતા બળદ જ નહીં પરંતુ રખડતા બળદો ની પણ સાર સંભાળ લેવામાં આવે છે અને તેમના દ્વારા ખાવામાં આવેલા પ્લાસ્ટિકનો જથ્થો પણ ઓપરેશન મારફતે બહાર કઢાઈ છે. માટે ઉમેર્યું હતું કે ગત માસમાં જ એક બળદના પેટમાંથી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો નીકળ્યો હતો જે ખરા અર્થમાં દયનીય વાત છે.

જનરલ શેડમાં તંદુરસ્ત બળદને જ રખાય છે જ્યારે સહેજ પણ શારીરિક ખામી હોય તો તેમના માટે એક અલગ શેડ ઉભો કરાયો છે

બળદ આશ્રમના સંચાલકે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જે શેડ ઊભો કરવામાં આવ્યો છે તેમાં માત્ર તંદુરસ્ત બળદને જ રાખવામાં આવે છે. સહેજ પણ શારીરિક ખામી હોય અથવા તો ઓપરેશન થયેલ બળદ હોય તેમના માટે એક અલગ શેડ ઊભો કરવામાં આવ્યો છે જ્યાં તેઓની સાર સંભાળ લેવામાં આવે છે. પંખા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. તમામ પશુઓની સાર સંભાળ લેવા માટે પ્રતિ દિવસ બે વખત વેટરનરી ડોક્ટરો પણ તપાસ અર્થે આવતા હોય છે.

26 થી વધુ મજૂરો, ત્રણ સુપરવાઇઝર, ત્રણ વેટરનરી તબીબોની ફોજ રહે છે ખડેપગે

સદભાવના બળદ આશ્રમમાં રહેતા બળદોની સાર સંભાળ લેવા માટે સદભાવના ગ્રુપ દ્વારા 26 થી વધુ મજૂરો, ત્રણ સુપરવાઇઝર તથા તજજ્ઞ એવા ત્રણ વેટરનરી તબીબોની ફોજ તૈયાર કરી છે જે ખડે પગે બળદોની સેવા અર્થે હાજર રહે છે. એટલું જ નહીં બે ટ્રેક્ટર, બે ટેન્કર, ઘાસ માટે લોડર, સહિતની તમામ સુવિધાઓ બળદો માટે જ ઊભી કરવામાં આવી છે જેથી તેમની તમામ જરૂરિયાતો સમયસર પૂર્ણ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.