માત્ર બ્રાન્ડ નહીં, સર્વિસના આધારે એ.સી.ની ખરીદી કરવી જરુરી: સ્ટાર રેટીંગને પણ ઘ્યાનમાં લેવા આવશ્યક

ઇલકેટ્રોનીકસ દુકાનદારોએ એ.સી.ની ખરીદી વખતે ઘ્યાનમાં લેવામાં મુદાઓ વિશે આપી વિસ્તૃત માહીતી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહાર તો ઠીક ઘરમાં બેઠા પણ લોકો અસહય ગરમીથી ત્રસ્ત થઇ જતા હોય છે. ત્યારે ઘરે ગરમીથી બચવાના એક માત્ર ઉપાય એવા એ.સી.નો સહારો લેવો પડે છે. ઘણી વખત ઉનાળો આવતાની સાથે જ લોકો ઉતાવળ કરીને જાણ્યા જોવા વગર એ.સી.ની ખરીદી કરી લેતા હોય છે. ત્યારે એ.સી. વિશે લોકોને સંપૂર્ણ માહીતી મળી રહે તે હેતુથી ‘અબતક’ દ્વારા ઇલેકટ્રોનીકસ શોપની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવી હતી.

1 43

વિજય ઇલેકટ્રોનિકસના ગીરીશચંદ્ર વસાવા એ જણાવ્યું હતું કે શોપમાં બધી જ બ્રાન્ડના એ.સી. છે. જેમાં પ્રિમીયમ સેગમેન્ટમાં મીન્યુસીબી, પેનાસોનીક, એલ.જી. સેમસંગ અને ઇકોનોમીકલમાં ઇનટેક્ષ અને ઇલેકટ્રોલસના બે એ.સી. ઉપલબ્ધ રહેશે. જેો પ્રાઇસ સેગમેન્ટવાઇસ જતા હોય તો કંપની પ્રમાણે નાનું મોટું વેરીયન્ટ રહેતું હોય છે. પર્ટીકલ્યુર બ્રાન્ડ જોવાને બદલે તેની સર્વીસને પણ ઘ્યાનમાં લેવી જોઇએ.

મીડ સેગમેન્ટની અંદર ગ્રાહકોની જરુરીયાત પુરી થઇ જતી હોય છે અને કંપનીઓ વતી કેશબેક, ઓફર, ફી ઇન્સ્ટોલેશન ઉપલબ્ધ હોય છે. એસીમાં વિવિધ પ્રકાર આવે છે જેવા કે વિન્ડો પરંતુ હાલમાં કલોઝ થઇ ગયા છે. કોર્પોરેટ માટે કેસેટ, વિઆર વિ. અને ટાવર એ.સી. ઉ૫લબ્ધ છે. નોન ઇનવર્ટર એ.સી. માં ઘણા ગ્રાહક એવું કહેતા હોય . કે સિગ્નલ બેઝીસ જ ઉપયોગ કરવો છે.

gujarat news |rajkot

અને બજેટ સેટમેન્ટ પણ ઓછું હોય છે તેની કિંમત ઓછી હોય છે તે સેગમેન્ટની અંદર આપણે કનવર્ટીબલમાં જતા હોય છે. ઇનવટર ની અંદર રુટીન હેબીટસ છે. જે ૭ થી ૮ કલાકથી વધુનો ઉપયોગ હોય તો એ સેગમેન્ટની અંદર સૌથી  વધુ બેનીફીટ આપે છે જે મેઇન ઇલેકટ્રીસીટી હોય છે. તે સૌથી મોટો બેનીફીટ મળી રહે છે. અત્યારે ટ્રેેન્ડ ઇનવર્ટર તરફ જઇ રહ્યો છે. ૧૦ બાય ૧૦ ના રુમમાં ૧ ટન અને ૧૦ બાય ૧૫ ના રુમમાં દોઢ ટન એ.સી. લગાવી શકાય છે.

સિમરન એન્ટરપ્રાઇઝના કબિરસિંહ ખાલસાએ જણાવ્યું હતું કે અમારી શોપમા ઘણી બધી કંપનીના એ.સી. રાખીએ છીએ. લોએટ, વોલ્ટા ક્રુઝ, સ્ટાન્ડર્ડ બ્રાન્ડમાં એલ.જી. સેમસંગ, મીન્સુબીસી વગેરે અમારી પાસે જેટલી બ્રાન્ડના એ.સી. છે. તે ખુબ સાર છે અને ગ્રાહકોની જરુરીયાત મુજબના બધા જ એ.સી. અમારી શોપમાં ઉ૫લબ્ધ છે. લોવેસ્ટ પ્રાઇઝમાં વોલ્ટાસ, ક્રુઝ, અપસટેસમાં એલ.જી, સેમસંગ અને હાઇબ્રાન્ડ પ્રિમીયમ કોસ્ટમાં ઓજનરલ  તથા મીન્સુબીસી ઉપલબ્ધ છે. ઇન્ડિયાની બહાર ૯૦ ટકા ઇનવટર એ.સી. નો ઉપયોગ થાય છે. જયારે ઇન્ડિયામાં ૧૦ ટકા ઉપયોગ થાય છે. હવે ગવર્નમેન્ટ પણ જાગૃત થઇ છે. અને તેમનું કહેવું કે બાય ડે ઇનવટર નો ઉપયોગ વધારો એને કારણે પાવરસેવીંગ  થાય. અને ૨૦૧૮માં ગવર્નમેન્ટએ ડીએટીંગ પણ કર્યા છે.

7 12

ઇનવટર આવી જવાથ તેની કોસ્ટ ૩૦ થી ૪૦ ટકા ડાઉન થશે. અને ઇલેકટ્રીસીટી બીલ ૩૦ થી ૪૦ ટકા ઓછું આવશે. ૧૦૦ થી ૧ર૦ સ્કવેર ફીટ એરીયા હોય તો ૧ ટનનું એ.સી. કવર કરી શકે ૧૭૦ સ્કવેર ફીટ એરીયા હોય તો દોઢ ટન નું એ.સી. નાખવું જોઇએ.

શ્રીમદ્દ એન્ટરપ્રાઇઝના વિમલ વોરાએ કહ્યું કે તેમની પેઢી રર વર્ષથી કાર્યરત છે. તેઓએ સ્ટાર સિસ્ટમ વિશે વધુ માહીતી આપતા જણાવ્યું છે દરેક વર્ષે સ્ટાર રેટીંગ અલગ અલગ હોય છે. ૩ સ્ટાર પ સ્ટાર અને અત્યારના સમયનું નવું ડીઝીટલ ઇન્વટર ટેકનોલોજી વાળુ છે.

જેમા ૩ સ્ટાર અને પ સ્ટાર રેટીંગ આવે છે. શ્રીમદ્દ એન્ટરપ્રાઇઝમાં ૩ સ્ટાર, પ સ્ટાર અને ઇન્વટર  એ.સી. ઉપલબ્ધ છે. એ.સી.ની ખરીદી વખતે લોકો સ્ટેબેલાઇઝર વિશે માહીતગાર હોતા નથી પરંતુ સ્ટેબેલાઇઝર એ ખુબ જ અગત્યનું છે. ઇલેકટ્રીસીટી અપ એન્ડ ડાઉન થતી હોય છે. તો તેમાં ક્ધટ્રોલ માટે સ્ટેબેલાઇઝર ખુેબ જ જરુરી છે. સેમસંગ વલ્ડ બેસ્ટ સ્ટેબેલાઇઝર છે. જે ૧૪૬ થી ૨૯૦ વોલ્ટ સુધીના ઝટકા સહન કરે છે. સ્ટેબેલાઇઝર ન લગાવતા ક્ધટ્રોલ પેનલમાં પ્રોબ્લમ થાય છે કમ્પ્રેસર પ્રોટેકશનમાં પણ પ્રોમ્બલમ થાય છે. એટલા માટે સ્ટેબેલાઇઝર જરુરી છે. ૧૦૦ ચો.મીટર જેટલા રુમમાં ૧ ટનનું એ.સી. યોગ્ય છે. ૧૫૦ ચો.મી. માં ૧.૫ ટનનું એ.સી. લગાવી શકાય. કાર્પેટ એરીયા મુજબ એ.સી. લગાવી શકાય.

5 22

ફ્રીઝ ઇન્ડિયાના મનીશ જીવરાજાનીએ જણાવ્યું છે ગર્વમેન્ટનાં નિયમો મુજબ એ.સી. ના ઉત્પાદન અને રેટીંગ સિસ્ટમ નકકી કરવામાં આવે છે. એ.સી.ના લોર્ડ વોલ્ટેજ ફીકસ કરેલા હોય છે. એ રીતે એનું રેટીંગ ફીકસ થાય છે. હાલના સમયમાં ૧૪૦૦ વોલ્ટ વાળા ઇન્વટર એ.સી. લોકો વધુ ખરીદવાનું પસંદ કરે છે. ૨૦૧૮ ના મોડેલ પ્રમાણે લોયેસ્ટ પ્રાઇઝ ૩૦૦૦૦ થી ૩૨૦૦૦ ૧ ટન એ.સી.માં જોવા મળે છે.

ઉપરાંત જણાવ્યું કે આપણે ત્યાં પાવર ફલચ્યુએશન ખુબ જ હોય છે એટલે સ્ટેબેલાઇઝર ખુબ જ જરુરી છે. મશીન ડેમેજ ન થાય તેના માટે સ્ટેબેલાઇઝર ખુબ જ અગત્યનું છે. રુમમાં એ.સી. લગાડવા માત્ર રુમની સાઇઝ નહી પરંતુ તેની ઉંચાઇ રુમમાં સૂર્યપ્રકાશ આવે છે કે નહી તમામ બાબતો અગત્યનો ભાગ ભજવે છે.

એડનના રવિ જોગીએ કહ્યું કે અત્યારના માર્કેટમાં ઇન્વેટર વધુ ચાલે છે. તેનાથી લોકો તેમાં જોવે તો તેમાં પાવર સેવર પણ વધુ થાય છે. લોકોને હજી ખ્યાલ નથી કે ઇન્વેટર શું વસ્તું છે? તે પાવર સેવર માટે જરુરી છે. ૩ સ્ટાર આખુ વર્ષ ૧૭૦૦-૧૮૦૦ યુનિટ લેતું હોય છે ઇન્વેટ સીરીઝ નાખે તો ૪૦ ટકા પાવર સેટીંગમાં ફેર પડે છે. ઇન્વેટર બધી કંપનીઓ બનાવે છે. તેના નોરકાલ એ.સી. અને ઇન્વેટર એ.સી. આવે છે.

4 26

ડાયકિંગ, મેન્સિબિસી બ્રાન્ડેડ કંપનીઓએ જ ઇન્વેટર એ.સી. ની શરુઆત કરી ૩ સ્ટાર પછી તેમાં અપગ્રેટ આવે એટલે કે ૭-૮ સ્ટાર સુધી આગળ વધી જાય. અત્યારે ઇન્વેટર રીસીઝ એ અત્યાર નું કિટેસ્ટ છે. જે પાવર સેવીગ્સ કરે છે તે કોઇ ન કરી શકે.

૩ સ્ટાર, પ સ્ટારમાં ખાસ ફરક હોતો નથી. પરંતુ જનરલ ૩ સ્ટાર અને ઇન્વેટર ૩ સ્ટારમાં ફરક પડે છે. પ સ્ટાર એ.સી. ક્ધટીન્યુ ૧૦-૧૨ કલાક ચાલે તો ફરક પડતો હોયય છે. ૧૦ બાય ૧૦ રુમ હોય તો ૧ ટન એ.સી. ઇનફટ છે. ૨૦૦ સ્કેવર ફુટ હોય તો ૧.૫ ટન એ.સી. નાખી શકે છે. અત્યારે લોકો બ્રાન્ડડે એ.સી. પસંદ કરે છે. જેવા કે મીત્સુબીસી એલ.જી., અને તેમાં એલ.જી. એ ન્યુ ડયુઅલ લોન્ચ કર્યુ છે. તે ખુબ સારું છે. હીટાચી, ડેકી બધી બ્રાન્ડ સારી ચાલે છે.

ઇન્વેટર સીરીઝ ઓછામાં ઓછી ૩૭૦૦૦ થી ચાલુ થતી હોય છે તેમાં લોકોને ખરીદી કરવી હોય તો બજાર, એચડીએફસી, એચડીબી, ફાયનાન્સ દ્વારા લોકો લઇ શકે છે. અત્યારે ડીબીડી સ્ક્રીમ છે. અને ૦ પેમેન્ટે પણ એ.સી. લઇ શકાય છે. સામાન્ય રીતે ૩ સ્ટાર એ.સી. ૨૭૦૦૦ થી શરુઆત થાય છે. પછી લાખ સવા લાખ સુધી એ.સી. આવે છે.

2 35

બધી બ્રાન્ડમાં અલગ અલગ ફીચર હોય છે તેનો ડેમો લેવા માટે તેઓ અહીં એડન ઇલેકટ્રોનિકમાં પણ આવી શકે છે.

નિલકંઠ ઇલકેટ્રોનિકસ ના પિયુષ હયારકાએ જણાવ્યું હતું કે. અત્યારે માર્કેટમાં ૧૫ થી ૧૮ બ્રાન્ડના એ.સી. આવે છે. અત્યારે નોન સ્ટાર ૩ સ્ટાર રેટીંગ વાળા ઇન્વેટર એ.સી. આવે છે.

સામાન્ય એ.સી. અને ઇન્વેટર એ.સી.માં સ્ટાર રેટીંગ આવે બીજી સ્ટાર રેટીંગ ઉપર પાવર ક્ધઝમસ્ટનની ખબર પડે છે. ઇન્વેટર એ.સી. પાવર ક્ધઝમસ્ટર ઓછું લે છે એટલે જ તેને ઇન્વેટર ટેકનોલોજી કહેવામાં આવે છે. ઇન્વેટર એ.સી.માં કટ ઓફ ન થાય સ્ટાર રેટીંગ એ.સી.માં કટ ઓફ થતું હોય છે એક રીતે કહીએ તો તાપમાન મેઇન્ટનેશ થતું હોય છે.

૩સ્ટાર કરતા પ સ્ટારનું પાવર ક્ધઝમસ્ટર ઓછું હોય છે. ૩ સ્ટાર રેટીંગમાં પાવર ક્ધઝસ્ટર વધારે હોવાથી પ્રાઇઝ ઓછી હોય છે. અને પ સ્ટાર રેટીંગવાળા એ.સી.ની પ્રાઇઝ વધારે હોય છે. ૪૦૦૦૦ થી વધારેમાં ઇન્વેટર એ.સી. આવી જાય છે. જનરેલીમાર્કેટમાં ૧ અને ૧.૫ ટનના એ.સી. આવતા હોય છે. ૧૦૦ સ્કેટર ફુટ એરીયા હોય તો ૧ ટન એ.સી. ચાલે. એરીયા સાઇઝ વધી જાય તો ૧.૫ ટન એ.સી. ચાલે છે. અને તેમાં પણ અલગ અલગ એ.સી. આવતા હોય છે. સ્પીડ એસી કેસેડ એ.સી. આવતા હોય  કેસેડ એ.સી. કોમર્શિયલ હેતુ માટે યુઝ થતા હોય છે. અહીં આપણે કસ્ટમરને એ.સી.માં શુ શું ટેકનોલોજી છે કઇ રીતે ઉપયોગ કરવો વગેરેનો ડેમો આપવામાં આવે છે તાપમાનમાં શું ડિફરનટ હોય છે તેના પણ ડેમો આપીએ છીએ.

3 30

હીટાચીનાં અતુલભાઈ પંડીતે જણાવ્યુંં કે સામાન્ય રીતે અરેક્ધડીશનએ ટેકનિકલ પ્રોડકટ છે. એરક્ધડીશન લેવું હોય તો રૂમની સાઈઝ, આપણી રિકવાયરમેન્ટ અને વપરાશને ધ્યાનમાં રાખી એરકડીશનની પસંદગી કરવી જોઈએ ૨૫ કંપનીઓનાં એરકંડીશન આવે છે. તેનું કામ છે. કુલીંગ આપવાનું પાવર ક્ધઝમસ્ટર એટલે કે તમારા ખિસ્સાનો રોજનો ખર્ચો તેની સાથે સંકળાયેલો છે ત્યારે એની એફરીસિયન્સી, પાવર ક્ધઝમસ્ટરને મેઈન્ટેસ કોસ્ટને ધ્યાનમાં રાખી પોતાની જરૂરીયાત પ્રમાણે એસી ખરીદવું જોઈએ.

એરકંડીશન ટેકનીકલ પ્રોડકટને હિસાબેક એરકંડીશનનું વેચાણ કરતા હોય તે અથવા માત્ર સર્વીસ કરતા હોય તો ત્યાંથી લેવા કરતા સેલ્સ અને સર્વીસ બંને કરતા તેવા ડિલરો પાસેથી એરકંડીશન લેવું વધારે વ્યાજબી છે. કારણ કે વેચાણ પછક્ષ સેલ્સ સર્વીસ તે જ પ્રોવાઈડ કરી શકશે. જે સેલ્સને સર્વીસમાં કંપની સાથે ઓથોરાઈઝ તરીકે જોડાયલે છે.

સામાન્ય રીતે ટેકનોલોજી, પ્રિમીયમ પ્રમાણે અને કંપનીની બ્રાન્ડ પ્રમાણે પ્રાઈઝ અલગ અલગ થઈ ગયા છે. ટન પ્રમાણે ગણણીએ તો ડોમેસ્ટિક એસી ૧ ટનથી ૨.૫ ટન સુધીના આવતા હોય છે. ૧ ટનનો ભાવ ૨૨૦૦૦થી ચાલુ કરીને ટેકનોલોજી પ્રમાણે ૪૫૦૦૦ સુધીન અલગ અલગ એરકંડીશન બજારમાં ઉપલબ્ધ છે.

પહેલાલ ક્ધવેસ્ટર મોડલ એરકંડીશનના આવતા જેમાં ડિઝાઈન ઉપર ચાલતા જયારે એરકંડીશનનું કુલીંગ ડિલીવરી કરવાનું હોય ત્યારે ઓછામાં ઓછુ પાવર કનઝમસ્ટર અને આઉટપુટ સાથે ચાલુ થશય, જેવું સેટ કરેલા ટેમરેચર કુલીંગ થાય એટલે એસી બંધ થઈ જાય. નવી ટેકનોલોજી એ ડીસી ઉપર આવી ગઈ છે. એસીનાં પાવરને ડીસીમાં ક્ધવટ કરી અને ઈન્વેટર કમ્પરોન જરૂરીયાત પ્રમાણે કુલીંગ પ્રોવાઈડ કરે છે. જેટલી જ‚રીયાત હોયતો તેટલુ કમ્પરેશન ચાલુ રહે છે. અને પાવર ક્ધઝસ્ટરને ઘટાડી દે છે.ઈન્વટરનો ખૂબ મોટો ફાયદો એ છે કે તે ખૂબ ઓછું પાવર ક્ધઝસ્ટર કરે છે.

ઈન્વેટર અને ફિકસસ્પિડ કમ્પરેશન વાળા એસી આવે છે. તે કોઈ પણ ડિલર પાસે જાય ત્યારે તે જણાવશે કે નોરમલ સ્ટાર વાળા ફિકસ સ્પીડ કંપરેશનવાળા એરકંડીશન છે. સ્ટાર એ ગર્વમેન્ટ પાવર ક્ધઝમસ્ટર ઓછુ કે વધારે ૩ સ્ટાર, ૫ સ્ટાર કેટેગરી ધરાવતી એક માર્કીંગ પધ્ધતિ ગર્વમેન્ટે આપેલી છે. જેટલા સ્ટાર વધારે તેટલું પાવર ક્ધઝમસ્ટર ઓછુ હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.