ગુજરાત બોર્ડના ધો.12ના પરીણામ જાહેર થતાં પહેલા જ ગુજકેટની પરીક્ષાની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જીનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમાં, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી, ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.
ઉમેદવારો ગુજકેટ 2021ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ તથા ગુજકેટની વેબસાઈટ પરથી આવતીકાલથી 30 જૂન 2021 સુધીમાં ઓનલાઈન ભરી શકશે. આ માટે ઉમેદવારે રૂા.300 પરીક્ષા ફી ભરવાની રહેશે જેને ઓનલાઈન અથવા દેશની કોઈપણ એસબીઆઈ બ્રાંચમાં જઈ ભરી શકાશે.
નવી ઈ વ્હીકલ પોલીસી અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે…
ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એ-ગ્રુના વિદ્યાર્થીઓ પાસે રૂા.850 અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે રૂા.950 પરીક્ષા ફી લેવામાં આવી છે જેમાં વિદ્યાર્થિનીઓ પાસે ફી લેવામાં આવેલ નથી. વાલીઓની માંગ છે કે, બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી છે પરંતુ પરીક્ષા લેવામાં આવી નથી તો હવે ગુજકેટ પરીક્ષા માટે નક્કી કરેલ રૂા.300 ફી રેગ્યુલર વિદ્યાર્થીઓને માફી આપવામાં આવે.