ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની પરીક્ષા હાલમાં ચાલી રહી છે. કોરોનાને કારણે પરીક્ષા ઑફલાઈનની જગ્યાએ ઓનલાઇન આયોજન કરવામાં આવી હતી. GTU દ્વારા 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં 13મે થી બીજા તબક્કાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ વાવાઝોડાને કારણે પરીક્ષા મોકૂફ રખાઈ હતી. હવે આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા 20 અને 21 મેં ના રોજ લેવાશે અને બીજા તબક્કાની પરીક્ષા જાહેર કરેલી તારીખ પ્રમાણે લેવાશે. જો કે વાવાઝોડાંના લીધે આ પરીક્ષા ઓનલાઇન લેવી પણ શક્ય બની ન હતી. એમ.ઈ સેમેસ્ટર-1 ,એમ.ફાર્મ સેમેસ્ટર-1 એમબીએ સેમેસ્ટર-1ની પરીક્ષા આપશે.
તાઉ તે વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર થઈ છે ત્યારે GTU ની અત્યારે ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થી પાસે મોબાઈલ, લેપટોપ ટેબ્લેટ જેવી ડીવાઈસ હોવી જરૂરી છે અને તેના માટે ઇલેક્ટ્રિક પાવર હોવો જરૂરી છે પરંતુ વાતાવરણને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી ગુજરાતના તમામ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે શક્ય નથી માટે ગઈકાલની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.