રાજકોટનો વિશ્ર્વભરમાં ડંકો વગાડનાર મારૂતિ કુરીયરનાં ફાઉન્ડર ચેરમેન અને સાંસદ રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા રાજકોટમાં રેસકોર્સના આંગણે 17 તારીખથી આરંભ થઇ રહેલ આ ઉત્સવ સ્વરૂપ ભાગવત કથાનું રસપાન કરવાનો અમુલ્ય લાભ વધુને વધુ વૈષ્ણવ ભક્તો લે અને 25000 લોકો બેસીને કથા શ્રવણ કરી શકે તે માટે આશરે સવા લાખ સ્ક્વેર ફૂટ નો વિશાળ જર્મન ડોમ (કથા મંડપ) બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. પરમ પૂજ્ય ભાઈ શ્રી ની વ્યાસપીઠનું સંપૂર્ણ સ્ટેજ ડેકોરેશન મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખી કરાતુ હોય શ્રી રામમંદિરનું અદભુત આબેહુબ 3ઉ મોડેલ તૈયાર કરવામાં આવશે, જે સમગ્ર કથા મંડપનું કેન્દ્ર બની રહેશે અને હજારો ભક્તોને પૂ. ભાઈશ્રીની કથામૃત ભાગવત વાણીનો લાભ મળશે.
પંચનાથ હોસ્પિટલ અને વી.ડી.એફને કથા દરમિયાન થનારી આવક કરાશે અર્પણ: શ્રવણ ભકિત, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર
22મીએ કથા પંડાલમાં અવધની ધરા અને રામલલ્લાના દર્શનનો અનેરો લ્હાવો
પૂ.ભાઈશ્રીના વ્યાસાને યોજાનાર ભાગવત કથા અંગે માહિતી આપતા કથાના યજમાન અને સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતુ કે, પ્રત્યેક મહેમાનો તેમ જ વૈષ્ણવ ભક્તો ને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમુલ્ય લહાવો મળી રહે અને ભાઈશ્રી ની અમ્રુત વાણી નું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડ ની અલાયદી એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. સપ્તાહની બેઠક વ્યવસ્થાના ધાર્મિક પરિસરને વધુ રસમય બનાવવા વિવિધ ધાર્મિક ખંડોને દશરથ ખંડ, અયોધ્યા ખંડ,પંચનાથ ખંડ,વૃંદાવન ખંડ, સોમનાથ ખંડ,દ્વારકા ખંડ, યશોદા ખંડ, શિવ ખંડ, કૃષ્ણ ખંડ વગેરે જેવા નામ આપી વિભાજીત કરવામાં આવેલ છે તેમ જ વૈષ્ણવ ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપ માં પ્રવેશવા માટેના અલગ અલગ એવા આશરે 9 જેટલા પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.
રેસકોર્સ ગ્રાઉન્ડ ના વિશાળ પરિસરમાં અતિ વિશાળ એવું 60ડ્ઢ40 નું રમણીય સ્ટેજ બનાવવામાં આવશે જેના પર એક અમુલ્ય સ્વરૂપ લહાવો કહી શકાય એવી કથા શ્રવણ કરાવતી આશીર્વાદ રૂપ વ્યાશપીઠ બિરાજમાન થશે તેમ જ ભક્તિરસ પીરસવા સંગીતકાર, સાજીંદા અને ગાયક કલાકારો માટે પણ અલગ એવી સ્ટેજ ની વ્યવસ્થાનું આયોજન કરેલ છે. આ સ્ટેજ અને કથા મંડપને વધુને વધુ રસમય બનાવવા ભગવાન ના ફોટા, મૂર્તિઓ, ફૂલો અને વિવિધ પ્રકારની લાઈટીંગ થી તેમ જ ફૂલ ઝાડ ના કુંડા ઓથી શણગારવામાં આવશે.
દૂર બેસેલા ભક્તો પણ પૂજ્ય ભાઈશ્રી ના સન્મુખ દર્શન કરી શકે અને શ્રોતાઓને કથા શ્રવણ નો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે કથા મંડપ વચ્ચે 8 જેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન પણ લગાવામાં આવશે.
સંપૂર્ણ ભાગવત સપ્તાહના આ જાજરમાન આયોજન ને વધુને વધુ રસમય બનાવવા તેમ જ વૈષ્ણવ ભક્તો પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અમૃત વાણીનો લહાવો આનંદથી માણી શકે તે માટે શ્રી મોકરિયા યજમાન પરિવાર દ્વારા અદ્યતન એવી 25,000 વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવશે.
શ્રીમદ ભાગવત સપ્તાહ નું આ આયોજન શિયાળાની ઋતુમાં થઇ રહ્યું છે તેમ છતા આશરે 25,000 જેટલી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો કથા શ્રવણ માટે ભેગા થવાના હોવાથી તેમને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે હેતુથી યજમાન પરિવાર દ્વારા પંખા અને કુલરની ગોઠવણ પણ કરવામાં આવેલ છે. જેથી જરૂરિયાત લાગે તો ઉપયોગમાં લઇ શકાય.
આ ઉપરાંત ભાગવત સપ્તાહમાં કથા મંડપની નજીક જ સ્ટોલ મુકવામાં આવશે જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, આયુષ્માન ભારત યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ વગેરે જેવી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે અને આ યોજનાનો લાભ મેળવવા માટેની આગળની પ્રોસીઝરની જાણકારી આપવામાં આવશે. જેથી કરીને વધુ ને વધુ લોકો આ યોજના નો લાભ સરળતાથી મેળવી શકે. આ ઉપરાંત દર્દી નારાયણનાં લાભાર્થે કથાનાં સ્થળ ઉ5ર જ મહા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ કથાનું રસપાન કરવા મોકરીયા પરિવાર દ્વારા કથાનાં સ્થળ ઉપર ભાવીકો સરળતાથી પહોંચી શકે તે માટે રાજકોટ શહેરનાં વિવિધ પોઈન્ટસ ઉપરથી બસની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં રૂટ નં.1 : જખરાપીર મંદિરથી મવડી ગામ, બાપા સિતારામ ચોક, બાલાજી હોલ, બીગ બજાર, કેકેવી ચોક, અક્ષર મંદિર, મહિલા ચોક ત્યાંથી કથા અયોઘ્યાનગરી, રૂટ નં. 2 : ગોકુલ ધામથી ઉપડી સ્વામીનારાયણ ચોક, આનંગ બગલા ચોક, ત્રિશુલ ચોક, વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક અને ત્યાંથી અયોધ્યાનગરી
રૂટ નં.3 : કોઠારીયા ગામથી ઉપડી રણુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નિલકંઠ સિનેમા, સોરઠીયાવાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, ભકિતનગર સ્ટેશન ચોક ત્યાંથી અયોઘ્યાનગરી- રેસકોર્ષ, રૂટ નં. 4 : જીવરાજપાર્કથી ઉપડીને શાસ્ત્રીનગર, નાના મવા ચોક, રાજનગર ચોક,લક્ષ્મીનગર ચોક ત્યાંથી અયોઘ્યાનગરી-રેસકોર્ષ, રૂટ નં.5 : માધાપર ચોકડીથી ઉપડીને અયોધ્યા ચોક, શીતલ પાર્ક બસ સ્ટોપ, રામાપીર ચોકડી, નાણાવટી ચોક, રૈયા ચોકડી અને ત્યાંથી અયોધ્યાનગરી-રેસકોર્ષ
રૂટ નં.6 : ઉપલા કાંઠે રામાપીર મંદિર, ભગીરથ સોસાયટી-સંત કબીર રોડ, ત્રિવેણી ગેઈટ, જલગંગા ચોક, ગોવિંદબાગ ચોક શાક માર્કેટ, બાલક હનુમાન – પેડક રોડ, રણછોડદાસબાપુ આશ્રમ, પારેવડી ચોક ત્યાંથી અયોઘ્યાનગરી-રેસકોર્ષ
રૂટ નં. 7 : રેલનગરથી ઉપડી પેટ્રોલ પંપ, આસ્થા ચોક, આંબલીયા હનુમાન, પુલ પાસેનો પેટ્રોલ પંપ ત્યાંથી અયોઘ્યાનગરી-રેસકોર્ષ આમ બસનાં રૂટ રાખેલ છે.
કથા શ્રવણ પૂર્ણ થયા બાદ શ્રોતાઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા સ્થળ પર જ પ્રસાદ ઘરની ગોઠવણ કરવામાં આવશે જેમાં વૈષ્ણવો માટે તેમજ મહેમાનો અને સાધુ-સંતો મહંતો દરેક માટે પ્રસાદની વ્યવસ્થા કરેલ છે.
રેસકોર્સ મેદાનમાં કથા મંડપની નજીકમાં જ અલગ એવા વિભાગો પાડીને શ્રોતાઓના વાહનો રાખવા માટે પાર્કિંગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં 2 વ્હીલર અને 4 વ્હીલર એમ બંને માટે જરૂરિયાત મુજબ ના અલગ અલગ પાર્કિંગ ની ગોઠવણ કરવામાં આવશે. તેમ જ વાહનો ના આવવા જવાના માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પાર્કિંગ નો નકશો તૈયાર કરવામાં આવશે. તો સાથે સાથે એમ્બ્યુલન્સ, ડોકટર અને ફાયર બ્રિગેડની સુવિધા પણ કાર્યક્રમ સ્થળે જ રાખવામાં આવેલ છે. સમગ્ર કથાને વિમાથી સુરક્ષીત કરવામાં આવેલ છે.
17 જાનુઆરી થી 24 જાન્યુઆરી દરમિયાન યોજનારી ભાગવત કથા માટે મંગલ માહોલ નો લહાવો લેવા સમગ્ર વૈષ્ણવોમાં એક અનેરો ઉત્સાહ સર્જાયેલ જોવા મળી રહ્યો છે અને સ્વયંસેવકો દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.
રાજકોટમાં વસ્તી વિવિધ જ્ઞાતિ મોકરીયા યજમાન પરિવારની કથામાં એક તાતણે બંધાશે, નિમિત્ત આયોજકો છે પણ પરિશ્રમ અને કાર્ય બધા સમાજ કરશે.
પૂ.શ્રી રમેશભાઈ ઓઝાની કથાશ્રવણ તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન ભાગવત સપ્તાહનુ જાજરમાન આયોજન રેસકોર્સ માં યોજાશે, જેનો સમય 4 થી 7 સુધી રહેશે. જેમા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને સુંદર વ્યવસ્થા-સંચાલન શરૂ થયેલ છે તેમજ અલગ-અલગ સમિતિના સ્વયંસેવકો એ પોતાની જવાબદારી ખુબજ કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ સાંજે કથા સ્થળે યોજાનાર વિવિધ કાર્યક્રમોની આછેરી ઝલક… કથા આમ તો પોતે જ એક પવિત્ર યાત્રા છે અને પુ.રમેશભાઈ ઓઝાના શ્રીમુખે કથા એ એક અનેરો લ્હાવો છે અને એમાંય કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે પોથી યાત્રા, ગણપતી સ્થાપન પૂજા, ગોવર્ધન મહોત્સવ, રૂક્ષમણી વિવાહ અને સુદામા ચરીત્ર તેમ જ ભિન્ન ભિન્ન અવતારોના જ્ન્મોત્સવો જેવા કે ન્રુસિંહ જન્મ, કપિલજન્મ, વામનજન્મ, રામ જન્મોત્સવ, ક્રુષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી વૈષ્ણવોને કથાના રસપાન ની સાથે સાથે કથામાં નવા જ રંગ ભરશે. આ ભાગવત કથા સમારોહ સાથે સાથે, આપણા સમુદાયના પ્રમુખ લેખકો, પ્રસિદ્ધ કલાકારો અને સાહિત્યકારો આ સમય પર સાથે હશે તેમજ અન્ય વિખ્યાત કથાકારો અને હવેલીના બાવાશ્રીઓનો પણ લાભ મળશે. ભાગવત કથા સમિતિએ જણાવ્યા અનુસાર કથા શરૂ થવાના દિવસે તા.17 જાન્યુઆરી, બુધવારે ગણપતિ પૂજન થયા પછી શ્રી રામભાઈ મોકરીયા ના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથી યાત્રા નીકળશે. કથા મંડપ માં 22 જાન્યુઆરી સોમવાર ના દિવસે અયોધ્યામાં આયોજિત રઘુકુલ દીપક ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું લાઈવ પ્રસારણ ભાગવત સપ્તાહ ના આંગણે જ સવારે 11 કલાકે કરવામાં આવશે. આથી ભાગવત સપ્તાહ દરમિયાન જ ભક્તો રાજકોટના આંગણે આ અદભુત અને અલૌકિક અવસરનો લહાવો મેળવી શકે. આ ઉપરાંત 22 જાન્યુઆરી, સોમવાર એ કથામાં ગોવર્ધન મહોત્સવ ની ઉજવણી કરાશે. જેમાં સ્ટેજ ઉપર ઉત્સવમાં ગોવર્ધન પર્વતનૂં દ્રશ્ય તૈયાર કરવામા આવશે તથા છપ્પ્નભોગ ધરવામાં આવશે.
વૈષ્ણવોને કથાના રસપાન ની સાથે સાથે રાત્રીના રાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા વિવિધ ભવ્યાતિ ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં સુપ્રસિઘ્ધ સાંઈરામ દવે, ઓસમાણ મીર, રાજભા ગઢવી, અશોક ભાયાણી, જગદીશ ત્રિવેદી જેવા કલાકારોનાં સથવારે લોકડાયરો, સંગીત સંધ્યા,હસાયરો, મેર રાસ મંડળી, શ્રીનાથજીના ભજનો, સંગીત અને હાસ્યનો આનંદ લોકોને કરાવશે જેમાં કથાને એક ઉત્સવ બનાવી રંગત જમાવશે. તા. 17 થી 24 જાન્યુઆરી રાજકોટના ધર્મપ્રેમી-ભાવિકો માટે આનંદના-પ્રભૂ સાનિધ્યના દિવસો બની રહેશે. પ.પૂ ભાઈશ્રી ની કથા શ્રવણ માટે શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમમાંથી જે કંઈ અનુદાન આવશે તે દર્દીનારાયણનાં સુખાર્થે શ્રી પંચનાથ સાર્વજનીક ટ્રસ્ટ અને જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને અર્પણ કરવામાં આવનાર છે. અહીં આવેલ અનુદાન ઉપરોકત સંસ્થાનાં ખાતામાં ડાયરેકટ જ જમાં કરવામાં આવશે.
શ્રીમદ ભાગવત સપ્તાહ રસામૃત મહોત્સવના આ અદભુત કાર્યને પાર પાડવા શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ તથા ટ્રસ્ટીશ્રીઓ મયુરભાઈ શાહ, ડી વી મહેતા, વસંતભાઈ જસાણી , મહેન્દ્રસિંહ ગોહેલ , ડો રવિરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, જૈમીનભાઇ જોષી, સંદીપભાઈ ડોડીયા અને નીતિનભાઈ મણીયાર કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આ મંગલ કાર્યને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ છે.
રાજકોટ ની જનતામાં પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમ જ પાસ મેળવવા માટે ભાવિકો, શ્રોતાઓ નો ઘસારો જોવા મળી રહ્યો છે. શ્રીમદ ભાગવત સપ્તાહ નો અનેરો લહાવો લેવા માટેના પાસ મેળવવા
શ્રી પંચનાથ મંદિર,લીમડા ચોક, રાજકોટ ., કલ્પનાબેન રામાવત – 97374 24121 , શ્રી પુરુષાર્થ યુવક મંડળ, પૂજ્ય રણછોડદાસજી આશ્રમ, પ્રાથમિક શાળા નંબર -15, બકુલભાઈ પરમાર – 94290 98863 ,બોલબાલા ટ્રસ્ટ ઓફીસ, મીલપરા મેઈન રોડ, રાજકોટ મો. 93744 42044 વગેરેનો સંપર્ક કરવા પણ કહ્યું હતુ.
ભાગવત કથા રસપાનની સાથે સાથે 27 યુગલોનાં સમુહ લગ્નોત્સવ…
શ્રીમદ ભાગવત સપ્તાહનો લહાવો અને લગ્નોત્સવ એ જીવન ના અનોખા અવસર છે એવું કહેવાય છે ત્યારે શ્રી રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની ભાગવત સપ્તાહની સાથોસાથ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
સપ્તાહમાં સેવાના અનેક પ્રકલ્પ થવાના છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ, નેત્રદાન કેમ્પ. એવી જ રીતે શ્રી રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા સેવાના પ્રકલ્પ રૂપે તા. 17 થી 24 જાન્યુઆરી દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ રેસકોર્સ મેદાનમાં અને આ સપ્તાહ અંતર્ગત જ તા.23 જાન્યુઆરી ના રોજ શાસ્ત્રી મેદાન ખાતે શાનદાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટના આંગણે શાસ્ત્રી મેદાનના પટાંગણ માં રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા આયોજિત સમુહલગ્ન માં 27 જેટલા યુગલો દ્વારા જીવનપથ પર સાથે ચાલવાના વચન આપવામાં આવશે. આગેવાનો દ્વારા આયોજિત આ સમુહલગ્નોત્સવ સમાજ માટે સમરસતા નું ઉદાહરણ પૂરું પાડશે. આ લગ્નોત્સવમાં વિશેષરૂપે માં બાપ વગરની દીકરીઓ, જે દીકરીઓને માતા કે પિતા કોઈ એકનો સહારો ન હોય તેમ જ અતિજરૂરિયાત વાળા પરિવારની દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. તે સિવાય યુગલોના સગા વહાલા ઓને આમત્રિત કરવા માટે કંકોત્રી રૂપી આમંત્રણ પત્રિકા પણ તૈયાર કરવામાં આવેલ છે. રામભાઈ મોકરીયા આયોજિત આ લગ્નોત્સવમાં મંડપ, લાઈટ, ઓડિયો સિસ્ટમ ની અદ્યતન સગવડતા કરવામાં આવશે.
લગ્ન દરમિયાન જરૂરી તમામ પૂજન સામગ્રી ની વ્યવસ્થા પણ યજમાન પરિવાર દ્વારા કરેલ છે. લગ્નોત્સવ માં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહેલા યુગલો ને આકર્ષક એવા ફૂલહારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. લગ્ન ની દોરીમાં બંધાવા જઈ રહેલા 27 પરિવારમાંથી આવતા યુગલોના સગા સબંધીઓ પણ આ અમુલ્ય લગ્નોત્સવ નો લાભ લેશે. તેમ જ તેમને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેવી ગોઠવણ કરવામાં આવશે.
શ્રી રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા આયોજિત આ લગ્નોત્સવમાં ઢોલ,શરણાઈના તાલ અને સુર સાથે રહેશે અને બેન્ડની સુરવલીઓ ભારે આકર્ષણ જમાવશે.બહારગામથી આવતી ક્ધયાઓ માટે લગ્નોત્સવ દરમિયાન ઉતારાની સગવડતા રાખેલ છે.તેમ જ ક્ધયા માટે લગ્ન એ એક અવસર હોય તેને સુંદર બનાવવા માટે ક્ધયાઓને બ્યુટી પાર્લર તેમજ મહેંદી મૂકી આપવાની ગોઠવણ પણ યજમાન પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
આ સમૂહ લાગ્નોત્સવ માં દીકરીઓને આપવાની કરિયાવરમાં તમામ ઉચ્ચ ગુણવતાની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે તેમ જ ઉલ્લેખનીય છે કે તમામ 27 દીકરીઓને ઘર સંસાર માટે જરૂરી એવો સંપૂર્ણ કરિયાવર શ્રી રામભાઈ મોકરિયા યજમાન પરિવાર દ્વારા આશીર્વાદરૂપે આપવામાં આવશે.
દીકરીઓને વિદાય સમયે આપવામાં આવતા કરિયાવરમાં સોના-ચાંદી ના દાગીના જેવા કે સોનાની ચૂક, બુટી, મંગળસૂત્ર તેમ જ ધાર્મિક શાસ્ત્ર મુજબ શુભ ગણાતી એવી ચાંદીની ગાય પણ અશીર્વાદરૂપે આપવામાં આવશે. આ સિવાય વસ્ત્રદાન માં 7 જોડી કપડા આપવામાં આવશે. દીકરીઓને ઘર સંસારમાં જરૂરી તમામ વસ્તુઓ મળી રહે તે પ્રકારે ગોઠવણ કરવામાં આવેલ છે. જેમાં રસોડામાં જરૂરી એવા દરેક પ્રકારના વાસણો નો પણ સમાવેશ કરી લેવામાં આવશે.આંગણે તુલસી અને દીકરી એ ગૃહસ્થની શોભા છે. એવી 27 વહાલી દીકરીઓ ને ધાર્મિક મહત્વ સમજાવતા પુસ્તકો અને ભગવાન ની મૂર્તિ પણ આશીર્વાદ રૂપે કરિયાવરમાં આપવામાં આવશે.
આ સિવાય દીકરીઓને સાજ શણગારનું અમુલ્ય દાન આપવામાં આવશે. આ ઉપરાંત રોજીંદા જીવનમાં કોઈ પણ અગવડતા ન પડે તેવી તમામ ફર્નિચરની સવલતો અને રસોડાની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ આવરી લેવામાં આવશે.
લગ્નોત્સવમાં ભાગ લેનાર 27 જેટલી તમામ ક્ધયાઓને વિદાય સમયે પોતાના પિયરની યાદ રૂપી મામાટ નું માટલું ભરી આપવાની વ્યવસ્થા પણ રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
રેસકોર્સ મેદાન માં આયોજીત આ અમુલ્ય માંગલિક પ્રસંગને વધુ રસપ્રદ બનાવવા જાણીતા કલાકોરો અને ઓરકેસ્ટ્રા દ્વારા લગ્નગીત ગાવા માટે ની વ્ય્વસ્થા પણ કરેલ છે. જેમાં અદ્યતન એવા ઓડીયો સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે.
લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનો સગા વહાલા તેમ જ યુગલોને લગ્નોત્સવ દરમિયાન કોઈ પણ જાતની ઈમરજન્સી ઉભી થાય તો તકલીફ ન પડે તે માટે એમ્બ્યુલન્સ ની સેવા પણ હાજર રહેશે.
રામભાઈ મોકરીયાના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નોત્સવમાં અલગ અલગ પ્રકારની સમિતિઓ જેવી કે પાર્કિંગ સમિતિ, મેડીકલ સમિતિ, સ્વચ્છતા સમિતિ, મંડપ ડેકોરેશન સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ તેમ જ ઉતારાની ચા નાસ્તા સમિતિ બનાવીને લગ્નોત્સવને વધુને વધુ સફળ બનાવવા સ્વયંસેવકો દરેક રીતે પોતાની મહેનત અને ઉત્સાહ બતાવી રહ્યા છે અને જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં સ્વયંસેવકોમાં અનુપમભાઈ દોશી, નલીનભાઈ તન્ના, સુરજભાઈ ડેર તેમ જ અનેક સભ્યો કાર્યરત છે.
શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ નો અનેરો લહાવો લેવા માટેના પાસ શ્રી પંચનાથ મંદિર,લીમડા ચોક ખાતે વિનામૂલ્યે મળી રહેશે તો અચૂક પાસ મેળવી લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે. સમૂહ લગ્નોત્સવ ની આ તકનો લાભ લેવા, ફોર્મ ની માહિતી મેળવવા તેમ જ મેરેજ રજીસ્ટ્રેસન કરવા માટે ઈચ્છુક યુગલો એ : શ્રી પંચનાથ મંદિર,લીમડા ચોક, રાજકોટ . કલ્પનાબેન રામાવત – 97374 24121, સમય – સવારે 10 થી 1 અને સાંજે 4 થી 7 દરમ્યાન સંપર્ક કરવા જણાવાયું હતુ.
પંચનાથ હોસ્પિ.માં એમ.આર.આઈ. મશીન માટે કથામાં દાનની કરાશે અપીલ: દેવાંગ માંકડ
દર્દીનારાયણને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડતી શહેરની પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી દેવાંગભાઈ માકડે ‘અબતક’ને જણાવ્યું હતુ કે એમ.આર.આઈ. કરાવતા દર્દીઓને 15 થી 20 હજારનો ખર્ચ વેઠવો પડે છે. જેથી પંચનાથ હોસ્પિટલમાં એમ.આર.આઈ. મશીન વસાવવામાં આવે તો દર્દીઓને આર્થિક રીતે મોટી રાહત મળી શકે. રેસકોર્ષ ખાતે સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાન પદે પૂ.ભાઈશ્રીના વ્યાસાસને યોજાનાર શ્રીમદ ભાગવત કથામા પણ પંચનાથ હોસ્પિ.માં રૂ. 7.50 કરોડના ખર્ચે એમ.આર.આઈ. મશીન વસાવવા દાનની ટહેલથી દાતાઓ મન મૂકીને સહયોગ કરશે અને ખુબજ ટુંક સમયમાં પંચનાથ હોસ્પિ.માં એમ.આર.આઈ. મશીનનો લાભ દર્દીઓને મળશે તેવી શ્રધ્ધા પણ વ્યકત કરી હતી.
ડાયાબિટીસના બાળ દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની સહાય સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે: અપૂલ દોશી
ડાયાબિટીસના બાળ દર્દીઓ માટે કામ કરતી સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અપૂલભાઈ દોશીએ ‘અબતક’ને જણાવ્યું હતુ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1800 જેટલા ડાયાબિટીસના બાળ દર્દીઓ છે જેમાં આર્થિક રીતે નબળા 500 બાળ દર્દીઓને વિનામૂલ્યે નિદાન-દવા સહિતની સેવાઓ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવે છે.રાજકોટ ખાતે સંસ્થાનું અધતન એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર બનાવવા આયોજન છે. જે માટે સાંસદ રામભાઈ મોકરીયાના યજમાન પદે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન દાન પ્રવાહ વહે અને રાજકોટને અદ્યતન એજયુ.એન્ડ રીસર્ચ સેન્ટર મળે શકય એટલી ઝડપથી મળે તેવી અમો પણ આશા સેવી રહ્યા છીએ.