રાહુલ ગાંધીના જીડીપી નિવેદન પર ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહેમદનો સણસણતો જવાબ
દેશના મોટાભાગમાં પુરની સ્થિતિ, કોરોનાને કારણે બંધની સ્થિતિએ જીડીપી ઘટે જ…, વિકાસ કરે નહી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘સ્પીક અપ ફોર જોબ’ અભિયાન દરમિયાન ટ્વીટ કરી કહ્યું કે, મોદી સરકારની નીતિઓના કારણથી આજે કરોડો લોકોએ નોકરી ગુમાવી છે અને જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.
તેમના આ નિવેદન પર ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહમદે સણસણતો જવાબ આપતા કહ્યું કે, કોંગ્રેસના મહાન અર્થશાસ્ત્રી મનમોહનસિંહના રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવની દિકરી મીસા ભારતી દિલ્હીમાં માત્ર એક રૂમમાં ૨૧ કંપની ચલાવતી હતી. માત્ર ને માત્ર કાગળો પર ૬૦૦૦ કરોડની માલકીન બની બેઠી હતી. ત્યારે દેશની અર્થ વ્યવસ્થા ઘણી મજબૂત હતી અને અત્યારે મોદી સરકારે નકલી કંપનીઓ બધી બંધ કરાવી છે ત્યારે હવે મંદી આવી ગઈ…!
જ્યારે મનમોહનસિંહે અટલજી પાસેથી દેશનો કારોબાર સંભાળ્યો ત્યારે દેશની જીડીપી ૮.૪% હતી. ત્યારબાદ મનમોહનસિંહે પોતાના કાર્યકાળમાં દેશની અર્થ વ્યવસ્થા ડગમગાવી દીધી તો દેશના યુવાઓએ મૌની બાબાને બેદખલ કરી દીધા. એ સમયે જીડીપી ૪.૨% હતી. તે ધૃતરાષ્ટ્ર બનીને બેની રહ્યાં અને દેશને લૂંટતા રહ્યાં.
ચીનની સીમા નજીક આપણું સિક્કીમ જેના માર્ગોની હાલત બદતર હતી ત્યારે ડરના કારણે કોંગ્રેસ સરકાર તેનું નિર્માણ પણ કરી ન શકી. મોદી સરકારના નેતૃત્વમાં સિક્કિમના એરપોર્ટ અને માર્ગોનું ઉત્તમ નિર્માણ થયું.
છેલ્લા છ મહિનાથી કોરોના મહામારીને કારણે દેશ બંધ રહ્યો તેમજ ૬૫% ભાગમાં પુરની સ્થિતિ છે. ત્યારે સ્વાભાવિક છે કે દેશની અર્થ વ્યવસ્થા એટલે કે જીડીપી ઘટે જ. વધે નહીં, આખી દુનિયા એ જોઈને પરેશાન છે કે વિશ્ર્વ મહાશક્તિ ચીનથી હોંગકોંગ નથી સંભાળી શકાતુ ત્યારે ભારતના કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે.
આખુ હિન્દુસ્તાન જાણે છે કે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે એક સાધુના કહેવા પર ઉત્તરપ્રદેશની એક જગ્યામાં ૧૦૦૦ ટન સોનુ દટાયેલું છે. ત્યારે એ જગ્યાએ ખોદકામ કરાવ્યું પરંતુ હાથમાં કંઈ આવ્યું નહિ. ગજબનું અર્થશાસ્ત્ર છે મનમોહનસિંહનું !!
જીડીપી ઘટવા પર વધુ ચિંતા કરવાની જરૂર નથી જે વ્યક્તિ ૭૨ વર્ષ જૂની બિમારી કાશ્મીરને એક ઝટકામાં ઠીક કરી શકે તે જીડીપીને પણ યથાવત રાખવાની શક્તિ ધરાવે છે. તેની નિયત સાફ છે અને રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવાની હિમ્મત ધરાવે છે. મૌની બાબાના કાર્યકાળમાં જ લોકોએ દેશ લૂંટ્યો હતો. મોદી સરકાર તે લૂંટારાઓ પાસેથી ધન પરત લેવાની તાકાત ધરાવે છે. કાર્યવાહી ચાલુ જ છે અને જરૂરથી લૂંટના પૈસા સરકારના ખજાનામાં પાછા આવશે.
દેશવાસીઓ ચિંતા ન કરે કોંગ્રેસ અને અન્ય હારેલા ચોરોના દુસ્પ્રચારથી પરેશાન થવાની જરૂર નથી.
ખોટી કમાટી બંધ થઈ જવાથી કમાવવાની શક્તિ ઘટી છે. આ પરિવર્તનને અર્થશાસ્ત્રની ભાષામાં આર્થિક મંદી કહેવાય છે. એક જમાનામાં જે પ્રધાનમંત્રીએ કહ્યું હતું ‘રૂપિયા ઝાડ પર નથી ઉગતા’ તે જમાનામાં તેના પ્રિય વીતમંત્રી પોટ્સમાં કોબી ઉગાડી રૂપિયા ઉગાડી રહ્યાં હતા.
દેશ અનેક બદલાવમાંથી પસાર થઈ રહ્યો છે. દેશનું ટ્રાન્સફોરર્મેશન થઈ રહ્યું છે. ચોરીએ બનાવેલી કુવ્યવસ્થાથી બહાર નીકળી એક ઈમાનસાર, પારદર્શી વ્યવસ્થાને અપનાવી રહ્યો છે. કાળા ધનથી પોષિત અર્થ વ્યવસ્થાને ઠોકર મારીને દેશ નવા ભારતના નિર્માણ અને આત્મનિર્ભર તરફ જઈ રહ્યો છે. થોડુ કંપન કુદરતી છે અને આ થોડુ કંપન જ એક મજબૂત અર્થતંત્ર છે.