કેન્દ્ર સરકારની લીલીઝંડી મળતા અલંગની પાસે જ નિર્માણ પામશે વિશાળ સ્ક્રેપયાર્ડ
એક સમયનો જહાજવાળો અલંગ હવે ભંગાર ભાંગવાનું મથક બનવાનું છે. કેન્દ્ર સરકારે આ માટે લીલીઝંડી આપી દીધી છે. જેથી હવે અલંગની પાસે જ વિશાળ સ્ક્રેપયાર્ડનું નિર્માણ થશે અને દેશ- વિદેશથી જુના વાહનો ત્યાં આવશે. કેન્દ્રની બેઠકમાં નરેન્દ્ર મોદીએ મંત્રાલયોને પુછયુ હતું કે લોકો દ્વારા ફેંકી દેવા અથવા ભંગારમાં આપી દેવામાં આવતાં વાહનોના વિવિધ સ્પેર પાર્ટસને કઇ રીતે ફરી ઉપયોગમાં લઇ શકાય.સ્ટીલના સ્પેર પાર્ટસ સ્ક્રેપિંગમાં જવા દેવામાં આવતા હોય છે. જયારે જયારે કાચનો કઇ રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય.ગુજરાતનું સ્ક્રેપ યાર્ડ અલંગ સ્ક્રેપિંગ માટેની શ્રેષ્ઠ સુવિધા વિકસાવી કેન્દ્ર બનાવી શકાય. અને જુદા જુદા શહેરોમાંથી સ્ક્રેપિંગ માટે વાહનો અહીં લાવી શકાય. આ ઉપરાંત ઉચ્ચ ગુણવતાના સ્ટીલનો ડિફેન્સ (સુરક્ષા) ક્ષેત્રના વાહનો બનાવવા માટે ઉપયોગ કરી શકાય કે કેમ તેની શકયતા ચકાસવા મોદીએ સુચના આપી હતી.
સરકાર નવી વાહન સ્ક્રેપ નીતિ લાવવાની તૈયારીમાં છે. જો કે આ પહેલા ગુજરાતના શિપબ્રેકીંગ સ્ક્રેપ યાર્ડ અલંગને સૌથી મોટા સ્ક્રેપ યાર્ડ તરીકે વિકસાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાહન વ્યવહાર, સ્ટીલ, શિપીંગ સહિતનાં મંત્રાલયો પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા છે.
જે લોકો સ્વેચ્છાએ પોતાના જુના વાહનો સ્ક્રેપમાં આપી દે છે તેમને ખાસ ઇન્સેન્ટીવ આપવા માટે સરકાર નીતિ બનાવી રહી છે. દિલ્હીમાં ૧૫ વર્ષથી વધુ જુના વાહનોનું રજીસ્ટ્રેશન ઓટોમેટીક રદ થઇ જાય છે. જયારે લોકો પોતાના જુના વાહનો વેચે છે. ત્યારે માંડ ૪-૫ ટકા રકમ મળતી હોય છે.જુના વાહનો ભંગારમાં આપ્યા બાદ ખરીદવામાં આવતા વાહનો પર રોડ ટેકસમાં ડિસ્કાઉન્ટ આપવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. ઓટોમોબાઇલ કંપનીઓએ આવી પરિસ્થિતિમાં નવા વાહન પર ૧ ટકા ડિસ્કાઉન્ટ આપવા માટે તૈયારી દર્શાવી છે.
અંદાજે ૧૫ વર્ષથી વધુ જુના વાહનોની ફરીથી નોંધણી કરવા માટેની ફીમાં વધારો કરવાની વિચારણા પણ ચાલી રહી છે. આ નવી નીતિનાં ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરવા માટે પણ મોદીએ મંત્રાલયોને સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.