રશિયાને ૪-૨થી હરાવી ભારત મોડે-મોડે જાગ્યું

એક સમયે ભારત હોકીનો સૌથી દિગ્ગજ અને અપરાજીત દેશ માનવામાં આવતો હતો. બીજા વિF યુદ્ધમાં જર્મનીએ ભારતને જણાવતા કહ્યું હતું કે, જો તે હોકીનાં દિગ્ગજ મેજર ધ્યાનચંદને સોંપી દયે તો તેઓ બીજો વિશ્વ યુદ્ધ રોકી દેશે. આ તકે ધ્યાનચંદે જણાવતા કહ્યું હતું કે, જો તેના સોંપવાથી બીજુ વિશ્વ યુદ્ધ રોકાઈ જતું હોય તો તે દેશ માટે કુરબાની દેવા તૈયાર છે. આ દેશદાઝનાં કારણે ભારતનું હોકીમાં સ્તર સૌથી ઉંચું આવ્યું હતું પરંતુ હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ઓલ્મ્પિકમાં કવોલીફાઈ થવા માટે એક સમયનાં દિગ્ગજ દેશે જજુમવુ પડી રહ્યું છે.

ઓલ્મ્પિક કવોલીફાઈ મેચમાં ભારતે રશિયાને ૪-૨થી હરાવ્યું હતું અને માંડ-માંડ કરી મેચ જીત્યો હતો. આ તકે રશિયા હોકી ટીમનાં કોચ વાલ્દમીર કોનકીને જણાવતા કહ્યું હતું કે, તેમના દ્વારા જે રીતે ટીમના સભ્યોને કહેવામાં આવ્યું હતું તે પ્રકારની રમત રમીને ભારતનું હંફાવ્યું હતું પરંતુ હાર ભાળી જતા ભારતીય હોકી ટીમનાં ખેલાડીઓએ અંતમાં જાગી રશિયાને ૪-૨થી હરાવ્યું હતું. મંદિપસિંઘ દ્વારા જે ગોલ કરવામાં આવ્યો તેનાથી દેશની આશા ફરી જીવંત થઈ હતી. હોકી તજજ્ઞો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, હોકી મેચની છેલ્લી ૧૫ મિનિટમાં જ ભારતીય ટીમ તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેચ ૪-૨થી જીત્યો હતો. જયારે ૪૮ મિનિટની રમતમાં એસ.વી.સુનિલ તથા ૫૩મી મિનિટમાં મંદિપ દ્વારા કરવામાં આવેલા ગોલની મદદે ભારતીય ટીમનું પલડુ રશિયા સામે ભારે રહ્યું હતું પરંતુ રશિયાએ પણ પીછેહઠ ન કરતા ભારતીય ટીમને છેલ્લી ઘડી સુધી હંફાવ્યું હતું. પાંચ પેનલ્ટી કોર્નર મળવા છતાં ભારતીય ટીમ પેનલ્ટીને બોલમાં ‚પાંતરીત કરવા માટે નિષ્ફળ સાબિત થયું હતું.

મેચ બાદ ભારતીય હોકી ટીમનાં કોચે જણાવ્યું હતું કે પેનલ્ટી કોર્નર જયારે કોઈ ટીમને મળે છે તે તેમનાં માટે સુનેરી તક સમાન હોય છે કારણકે તે સમય દરમિયાન તેઓ ગોલ કરવા માટે સૌથી નજીક હોય છે પરંતુ ભારતીય ટીમ પેનલ્ટી કોર્નરનો લાભ ઉઠાવી શકવામાં નિષ્ફળ નિવડયું હતું.  હાલ જે રીતે ભારતીય હોકી ટીમનું સ્તર નીચું આવ્યું છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, પહેલાનાં સમયમાં દિગ્ગજ ગણાતું ભારતની પીછેહઠ થવાનું કારણ શું હોય શકે ત્યારે ભારતીય હોકી રાષ્ટ્રીય રમત હોવાથી રમતમાં વધુમાં વધુ જીવ પુરવારમાં આવે તે દિશામાં હોકી કાઉન્સીલે કામગીરી કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.