“જીવન તણા આ બાગમાં ભણતર એક ફૂલ છે,
આ ફૂલ માં રસ ન લેનાર ની એક મોટી ભૂલ છે,
આ ભૂલ માં જે મશગુલ છે, તેનું જીવન નથી પણ ધૂળ છે !
શિક્ષણ એ માનવ માટે આશીર્વાદરૂપ ગણાય છે સમય સાથે સામાજિક અને સાંસ્કૃતિક બદલાવ એ શિક્ષણ પ્રત્યેના અભિગમમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે અગાઉ શિક્ષણ બોજારૂપ માનવામાં આવતું હતું અને બાળકોને ભણવામાં અને વાલીઓને ભણાવવામાં રુચિની ભારે ખોટ વર્તાતી હતી પરંતુ શિક્ષણ વગર વિકાસ શક્ય નથી એ સમજ આવતા આવતા ઘણી વાર લાગી ગઈ અને અગાઉની એક આખી પેઢી નિરક્ષર રહી ગઈ આથી જ સમાજમાં સાક્ષરતાનું સંતુલન કરવા માટે આપણે પ્રોઢ શિક્ષણ જેવા કાર્યક્રમો ની આવશ્યકતા ઉભી થઇ.
અગાઉ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ નો ભારે અભાવ વર્તાતો હતો રાજાશાહી યુગ અને તે પછીના દાયકાઓમાં શિક્ષણ એક મરજીયાત જવાબદારી બની ગઈ હતી. પરંતુ રજવાડાઓમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના ગોંડલ સ્ટેટે ક્ધયા કેળવણી અને શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે ગોંડલમાં પિયર ધરાવતી તમામ મહિલાઓ ભણેલ-ગણેલ અને સાક્ષર હોવાથી જ્યાં પણ ગોંડલ ની દીકરી સાસરે જાય ત્યાં રાજકીય-સામાજિક અને વહીવટી કામ માં આજે તે આગળ પડતી રહેતી હતી ગોંડલની મહિલાઓના ભણતર અંગે ની કાબેલિયતથી મહિલાઓમાં જ નહીં પુરુષોમાં પણ શિક્ષણ અંગે જાગૃતિ નો સંચાર થયો હતો. સમય બદલાયો છે અગાઉ શિક્ષણ અને સિલેબસમાં ખૂબ જ મર્યાદા હતી બી.એ.,બી.કોમ.,બી.એસ.સી ભણતરની સીમાં બની ગઈ હતી.
ભણતર સીમિત હતું આજે સમય સાથે ભણતર નું રૂપ પણ બદલાઈ ચૂક્યું છે વિવિધ શિક્ષણ લક્ષી અને કારકિર્દીલક્ષી અભ્યાસક્રમો થકી કારકિર્દી બનાવવા માટે શિક્ષણ પ્રત્યેની જાગૃતિ પણ વધી છે સમાજના દરેક વર્ગના દરેક વાલી પોતાનું બાળક સારું શિક્ષણ લે તે માટે જાગૃત થયું છે નવા પ્રવેશમાં ઓટ અને ડ્રોપ આઉટ રેશિયો દિવસે દિવસે ઘટતું જાય છે અને સમાજની સાક્ષરતાનું પ્રમાણ હવે ધીરે ધીરે 100% તરફ આગળ વધી રહ્યું છે શિક્ષણ અત્યારે સર્વગ્રાહી બની ગયું છે દરેક પરિવારમાં એવી જાગૃતિ આવી છે કે પરિવારનો કોઈ પણ સભ્ય શિક્ષણ વગર ન રહે.
જો કે શિક્ષણની વ્યાપક જાગૃતિના કારણે દરેક ભણેલાઓને ગમતી નોકરી નથી મળતી પરંતુ શિક્ષિત આર્થિક સામાજિક રીતે પગભર બની જાય છે ક્ધયા કેળવણી નું પ્રમાણ પણ વધી રહ્યું છે સરકારી શાળાઓ ની સાથે સાથે ખાનગી શાળા અને શૈક્ષણિક પ્રવૃત્તિ માં પણ રાજાની કુંવરીની જેમ દિવસ કરતાં રાતે અને રાત કરતા દિવસે સતત વિકાસ થતો રહ્યો છે. શિક્ષણ આજે જરૂરીયાત બની ગઈ છે શિક્ષણ એટલે કારકિર્દી માટે સીમિત નહીં પણ જીવન ઘડતરનું મહાયજ્ઞ બની રહ્યું છે હવે અભ્યાસ અફાટ રણ જેવી તક આપતું બની રહ્યું છે શિક્ષણના બદલાયેલા પરિમાણોમાં એક સમયે બોજરૂપ ગણાતું શિક્ષણ આજે વિકાસની સીમા પાર કરીને શૈક્ષણિક સામાજીક આર્થિક વિકાસ નો એક પર્યાય બની ગયો છે ભણતર હવે બોજરૂપ નહીં પણ જીવન ઘડતર માટે અનિવાર્ય બની ગયું છે.
સમાજની આ બદલાયેલી માનસિકતા જ દેશ નહીં સમગ્ર વિશ્વના પરિમાણો બદલી રહી છે ભણતરની તક અને બાળપણમાં કેળવણીની ફરજમાં વિદ્યાર્થીઓની સાથે સાથે હવે વાલીઓ પણ સવાયા જાગૃત થયા છે અગાઉ એક નિશ્ચિત વર્ગ અને આર્થિક સક્ષમ લોકો કેળવણીમાં સજાગ હતા હવે મજૂરી કરતા પરિવાર પણ પોતાના બાળકોને કોઈ પણ સંજોગોમાં ભણાવવા માટે જાગૃત થયા છે સમાજ માં દીકરા-દીકરી વચ્ચેના ભેદ ભુલાયા છે અને ઉચ્ચ શિક્ષણના પરિણામો જાહેર થાય ત્યારે રાંકના રતન જેવા અનેક ગરીબ અને પછાત વર્ગના તેજસ્વી બાળકો સમાજ માટે પ્રેરણા બને છે શિક્ષણ આજે બોજ નહીં પણ અનિવાર્ય હોવાની સામાજિક માનસિકતા એ શિક્ષણમાં જે પરિવર્તન આવ્યું છે તે હજુ પણ ખૂબ જ આગળ વધશે તેમાં બેમત નથી.