ઓમ શિવમ યુવા ગ્રુપ દ્વારા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આગામી રવિવારે રાત્રીના ૯ કલાકે અરવિંદ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે શહિદોને શ્રઘ્ધાંજલી અર્પવા સંતવાણી ભાતીગળ લોકસંગી, ડાયરો રાખવામાં આવ્યો છે. જે અંગે વિસ્તૃત વિગત આપવા ગાયક કલાકાર કૌશિક મહેતા, દામજીભાઇ શીંગાળા, અતુલભાઇ પુરોહિત અને જતીન પટેલે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ – સૌરાષ્ટ્રના જાણીતા રેડીયો ટી.વી.ના લોકસંગીતના રાજકોટ શહેરના જાણીતા પહાડી કંઠના ગાયક કલાકાર કૌશિક મહેતા, પલ્લવી સોરઠીયા, શૈલેષ પીઠવા, હરેશદાન ગઢવી, જતીન પટેલ વિગેરે નામાંકિત કલાકારો તથા સાજીદાઓના સથવારે તાજેતરમાં પુલવામાં આત્મધાતી હુમલામાં ભારતીય સેનાના ૪૪ વીર સૈનિકોએ શહીદોએ શહીદી વહોરી છે. જેને ભજન-સંતવાણી દ્વારા શ્રઘ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, દીલીપભાઇ પટેલ, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, અતિથિ વિશેષ તરીકે ઉદયભાઇ કાનગડ, સ્ટેન્ડીગ કમીટી ચેરમેન કમલેશભાઇ મીરાણ, ભાજપ શહેર પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજ, પ્રદેશ અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, પ્રવકતા અંજલબેન રૂપાણી, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ. ના પૂર્વ કુલપતિ કમલેશભાઇ જોષીપુરા, ભાવનાબેન જોશીપુરા, તથા આ કાર્યક્રમના માર્ગદર્શન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના ચેરમેન અને સુપ્રસિઘ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ, જયોતિન્દ્રભાઇ મહેતા વિગેરેની ઉ૫સ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેવા જાહેર નિર્માણ પાઠવવામાં આવ્યું છે.