બ્રિટીશ ટ્રાવેલ ઓપરેટર થોમસ કુક વિશ્વની સૌથી જુનામાં જુની કંપની છે કે જેને સૌપ્રથમ વખત ટુર પેકેજ શરૂ કર્યા હતા. હાલ થોમસ કુકને ટકવા માટે પણ અનેકવિધ પ્રકારે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બચવા માટે થોમસ કુકને ચાઈનીઝ કંપની ભરખી જશે તેવું લાગી રહ્યું છે ત્યારે વાત સામે આવે છે કે, ચાઈનાની હોંગકોંગ ફોસન ટુરીઝમ થોમસ કુકનાં તમામ ટુર ઓપરેશન સંભાળશે. હાલ થોમસ કુક દિન-પ્રતિદિન સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. તેમનું દેવુ પણ ખુબ જ વધી જતાં ૨૦૧૮નાં ગરમીમાં છેલ્લા સમયે તેનાં તમામ બુકિંગ કેન્સલ થયા હતા.
થોમસ કુક કંપની પરનાં જો દેણાની વાત કરવામાં આવે તો તેઓએ ૩૦ લાખ ટુર પેકેજ પ્રતિ વર્ષ જો બુક કરે તેમાંથી ઉદભવિત થતી રકમ તેને લોનનાં વ્યાજ ભરપાઈ માટે જ ઉપયોગી સાબિત થશે તેમ ટ્રાવેલ કંપનીનાં સુત્રોએ ગત માસમાં જણાવ્યું હતું. કંપનીનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર ફોસન ટુરીઝમ થોમસ કુક કંપનીને સંભાળશે અને કંપનીની જે ખાદ્ય ઉભી થઈ છે તેને ઈકવીટી તરીકે પ્રસ્થાપિત કરશે. હાલ ચાઈનીઝ કંપની ૭૫ ટકા એરલાઈન્સમાં અને ૨૫ ટકા ટુર ઓપરેટર બિઝનેસમાં અમલી બનાવશે. થોમસ કુકે ચાલુ વર્ષમાં જણાવ્યું હતું કે, તેઓ એર લાયન્સ બિઝનેસને વહેંચવા માટે આગળ વધી રહ્યા છે જેમાં અનેકવિધ નામાંકિત કંપનીઓએ પણ રસ દાખવ્યો છે.
ફોસન ટુરીઝમ ગત દસકામાં કરોડો ડોલર રૂપિયા હેલ્થકેર, ટુરીઝમ, ફેશન કંપની કે જે અમેરિકા અને યુરોપમાં પ્રસ્થાપિત છે તેનાં વિકાસ માટે ખર્ચવામાં આવ્યા છે. કલબ મેડ અને ફોસન ઈન્ટરનેશનલ ઈંગ્લીશની ફુટબોલ ટીમ એટલે કે ઈંગ્લીશ પ્રિમીયર લીગની સોકર ટીમ વોલવર હેમટન વોન્ડર્સ એફસીને સંભાળી છે. ચાલુ વર્ષમાં ફોસન કંપનીએ જણાવ્યું હતું કે, કલબ મેડ રિસોર્સને તેઓ ચાઈનાનાં લોન્ચ કરશે કે જે મેનેજમેન્ટ કોન્ટ્રાકટ ઉપર કાર્યરત રહેશે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, થોમસ કુક કંપની ફરી બેઠી થશે પરંતુ તેનો વ્યવહાર અને તેના ટુર ઓપરેશન પૂર્ણતહ ચાઈનીઝ કંપની દ્વારા લાગુ કરાશે.