કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કચેરીને વહેલી તકે ઉતારી લઈને મેદાન કરી નાખવા માંગ
૨૦૦૧માં ભૂકંપમાં વઢવાણ તાલુકા પંચાયત કચેરી જર્જરીત બની ગઈ હતી. આથી નવી કચેરી લાખો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ જૂની કચેરી જર્જરીત હાલતમાં ૧૮ વર્ષ બાદ મોતના માંડવા સમાન ઉભી છે. ત્યારે કોઈ દૂર્ઘટના સર્જાય તે માટે આ કચેરીને વહેલી તકે ઉતારી લઈને મેદાન કરી નાખવાની માંગ ઉઠી છે. ઝાલાવાડમાં ૨૦૦૧નાં ભૂકંપમાં અનેકા સરકારી કચેરીઓ ધરાશાય થઈ હતી.
જેમાં વઢવાણ તાલુકા પંચાયત કચેરીને ભારે નુકશાન થયું હતુ. આ જર્જરીત કચેરી ફરીથી રીપેરીંગ થઈ શકે તેમ ન હતી. આથી લાખો રૂપીયાના ખર્ચે નવી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ પામી છે. પરંતુ આ નવી કચેરી કાર્યરત થયાને દસ વર્ષ થવા છતા જૂની કચેરી હજુ જેમની તેમ ઉભી છે. આ મોતના માંડવા સમાન ઉભેલી આ કચેરી મોટી દુર્ઘટના સર્જે તેમ છે.
આ અંગે તાલુકા પંચાયતમા આવેલ અરજદાર નારસંગભાઈ મસાણી,પટેલ મહેશભાઈ વિગેરેએ જણાવ્યું કે ૪૫ ગામોનાં લોકો વિવિધ કામો અર્થે આ જર્જરીત કચેરી પાસેથી પસાર થાય છે. ત્યારે ગમે ત્યારે આ કચેરીની દિવાલો અને છત પડીક જાય તેમ છે. વઢવાણ તાલુકા પંચાયતની આ જૂની કચેરીમાંમોટો અકસ્માત થાય તે પહેલા તેને પાડી દેવાની માંગણી છે. આ ઉપરાંત આ સ્થળે અન્ય નવી કચેરીઓ કાર્યરત થઈ તો ગામડાના લોકોને સુરેન્દ્રનગર સુધી લાંબુ ન થવું પડે.