રાજકોટ ન્યૂઝ : લોકો મુશ્કેલીનાં સમયમાં ભગવાનને યાદ કરે છે. ત્યારે અલગ અલગ અંદાજમાં તેઓ ભગવાનને પ્રાથના કરતા હોય છે. ત્યારે લોકો દ્વારા ભગવાનને રીઝવવા માનતા રાખવામાં આવે છે. અમુક લોકો અનેક કઠોર માનતા રાખતા હોય છે. જેવી કે સુતા સુતા કેટલાય કિલોમીટરનું અંતર કાપી દર્શન કરતા હોય છે. આ ઉપરાંત ચાલીને જવું વગેરે કઠીન માનતા રાખતા હોય છે. આવી જ એક વાત કરીએ તો દિલ્હીના ગ્વાલિયર ગામનાં વૃદ્ધની. જેઓ દિલ્હીથી સુતા સુતા દ્વારકાધીશના ચરણોમાં શિશ નમાવા નીકળ્યા છે. જે આજ રોજ તેઓ પડધરી ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ અબતક સાથે વાતચિત કરી હતી.
અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,
તેઓ દિલ્હીના ગ્વાલિયર ગામેથી નીકળ્યા છે. તેઓ માનતા પૂરી કરવા સુતા સુતા દ્વારકા જઈ રહ્યા છે. દ્વારકાધીશનાં દર્શન કરી માનતા પૂરી કરશે. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી નીકળ્યા છે. આશરે 1,433.6 કિલોમીટર જેટલો રસ્તો કાપશે.
ભૌમિક તળપદા
ધર્મેન્દ્રસિહ જાડેજા