ઘરના અન્ય ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટીવ: ટ્રાવેલ હિસ્ટ્રી પંજાબની: સમગ્ર વિસ્તારમાં 27 વ્યક્તિઓનું કરાયું ટેસ્ટીંગ

શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી 98 ટકાથી પણ વધુ થઈ જવા પામી છે ત્યારે ગઈકાલે શહેરના થોરાળા વિસ્તારમાંથી વેક્સિનના બે ડોઝ લીધેલા વૃદ્ધ કોરોના સંક્રમીત થતાં આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. તેઓ જમ્મુ તાવી ટ્રેનમાં મુસાફરી કરી પંજાબ ફરવા ગયા હતા. જ્યાંથી સંક્રમીત થઈને આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ઘરના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં 6 ઘરના 27 વ્યક્તિઓનો ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તમામનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને ઘરને માઈક્રો ક્ધટેનમેન્ટ હેઠળ ઝોન હેઠળ મુકી દેવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે શહેરના થોરાળા વિસ્તારમાંથી કોરોનાનો એક કેસ મળી આવ્યો છે. જેમાં 65 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમીત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ તાજેતરમાં પંજાબ ખાતે ફરવા ગયા હતા અને તેમને જમ્મુ તાવી ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમને વેક્સિનના બે ડોઝ લઈ લીધા હોવા છતાં કોરોનાથી સંક્રમીત થઈ ગયા છે. ઘરના અન્ય ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

આરોગ્ય શાખા દ્વારા થોરાળા વિસ્તારમાં સંક્રમીત વ્યક્તિના આસપાસના છ ઘરોમાં 27 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ આ વૃદ્ધના ઘરને માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન હેઠળ રાખવામાં આવ્યું છે. શહેરમાં કુલ 4 એક્ટિવ કેસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.