દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોની અવર-જવર છતાં કેમ્પસમાં સીસીટીવી કેમેરાનો અભાવ: પીવાના પાણી તેમજ બેસવા માટે બાકડા પણ નહીં: ખુણે-ખાંચરે કચરાના ઢગલા

જૂની કલેકટર કચેરી રેઢી પડ હાલતમાં હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. આ કચેરીના કેમ્પસમાં સુરક્ષા અને સુવિધા બન્નેનો અભાવ વર્તાઈ રહ્યો છે. અહીં દરરોજ હજ્જારોની સંખ્યામાં અરજદારોની અવર-જવર રહે છે. તેમ છતાં સુરક્ષાને ધ્યાને લઈને સીસીટીવી કેમેરા ફીટ કરાવવામાં આવ્યા ની. ઉપરાંત પીવાના પાણી, બેસવા માટે બાકડા સહિતની સુવિધા ન હોવાથી અહીં આવતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે છે.

જૂની કલેકટર કચેરી ખાતે સિટી-૧, સિટી-૨ અને ગ્રામ્ય પ્રાંતની કચેરી તેમજ સ્ટેમ્પ ડયૂટી, ઈ-ધરા સહિતની કચેરીઓ બેસે છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના વહીવટી કામ અર્થે આવે છે. આ કચેરી જૂનવાણી હોય પરંતુ અધિકારીઓની બેસવાની ચેમ્બર અને એન્ટી ચેમ્બરો ચકચકાટ હાલતમાં છે. તે સીવાયની જગ્યાઓ ઉપર સુવિધાનો અને સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ કચેરીના વિશાળ પટાંગણમાં સીસીટીવી કેમેરાનો અભાવ છે. અહીં મોટા પ્રમાણમાં ખુબ કિંમતી ગણાય તેવા રેકોર્ડ પડ્યા છે. તેમ છતાં સીસીટીવી કેમેરા ન રાખવા તે મોટી ભૂલ ગણી શકાય છે.

આ ઉપરાંત અહીં ઘણી જગ્યાએ ખુણે-ખાચરે કચરાના મોટા-મોટા ઢગલાઓ તેમજ ભંગાર જોવા મળે છે. અહીં આવતા અરજદારો માટે પાણીની પણ સગવડ રાખવામાં આવી ની. આ ઉપરાંત અહીં પાર્કિંગની પણ મોટી સમસ્યા છે. અરજદારો મન ફાવે ત્યાં વાહન પાર્કિંગ કરી જતા રહે છે. ત્યારે બીજા અરજદારોને હાલાકી વેઠવી પડે છે. પાર્કિંગ વ્યવસ્થીત થાય તે માટે એક પણ જવાબદાર માણસ રાખવામાં આવ્યો ની. આ ઉપરાંત ઘણી કચેરીઓમાં બેઠક વ્યવસ પણ રાખવામાં આવી ની. જેના કારણે મોટી ઉંમરના અરજદારો પરેશાન થાય છે.

રાજકોટ તાલુકાના ઈ-ધરા કેન્દ્રમાં તો છતમાં છીંડા

રાજકોટ તાલુકાના ઈ-ધરા કેન્દ્રમાં અરજદારોને તો ઠીક પરંતુ સરકારી કર્મચારીઓને પણ હાલાકી પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં છતાં મોટા અનેક છીંડા છે. ચોમાસામાં તો આ છીંડામાંથી રીતસર વરસાદ ટપકે છે અને અહીંનો સ્ટાફ જે તે રેકોર્ડને ભીનો તાં બચાવવા માટે કામે લાગી જાય છે. જો કે, આ અંગે આર એન્ડ બીને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેના કોઈ અધિકારીએ દરકાર લીધી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.