એસ.ટી. બસ બારોબાર નિકળતા મુસાફરોને હાલાકી, યોગ્ય કરવા ધારાસભ્યની તંત્રને રજૂઆત

દામનગરમાં આવેલું જુનું એસ.ટી. સ્ટેન્ડ જાણે કે શોભાના ગાંઠીયા જેવું બની ગયુ હોય તેવો ઘાટ ઘડાયો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુમસામ લાગતા આ બસ સ્ટેન્ડમાં મુસાફરો તો આવે છે. પરંતુ બસ કયાં? બસ તો બારોબારથીજ નીકળી જતી હોવાની અનેક ફરિયાદો ઉઠતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એસ.ટી. વિભાગના ડી.સી. સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવાયું છે.

મોટા ભાગ ની એસ ટી બરોબર દોડી રહી છે અનેક રૂટ ની બસ બસ  સ્ટેન્ડ ઉપર આવતી જ નથી મોટાભાગ ની એસ ટી બારોબાર ચાલે છે અનેક ડેપો ની બસો જુના બસ સ્ટેન્ડ પાછળ થી જતી રહે છે મુસાફરો બસ મેળવવા બસ પાછળ દોડતા જોવા મળે છે  આવા દ્રશ્યો વારંવાર દેખાય છે હાથ ઊંચો કરો ને મુસાફરી કરો અતિથિ દેવો ભવ મુસાફરો સાથે મહેમાન જેવો વહેવાર કરો જેવા અનેક ચૂસનો કરતા એસ ટીમાર્ગદર્શીત ક્યાં? દામનગર શહેર ને એસ ટી તંત્ર દ્વારા વારંવાર અન્યાય કેમ ? મોટા ભાગ ના મહત્વ ના રૂટ બંધ કરવા લાંબા રૂટ ન ફાળવવા પરિવહન ની અનિયમિત પ્રાથમિક સુવિધા વગર નવા એસટી ડેપો ઉપર બુકિંગ સેવા લાંબા સમય થી બંધ ટોયલેટ સુવિધા નહિવત પીવા ના પાણી નો અભાવ જુના એસટી સ્ટેન્ડ માં મુસાફરો માટે વર્ષો થી બાંકડા અપૂરતી સુવિધા સફાઈ વાંકે ભારે દુર્ગધ ખંઢેર અવસ્થા માં રહેલ જુના બસ સ્ટેન્ડ ઉપર પૂરતા પ્રમાણ માં બસો આવે તેવી સ્થાનિક શહેરીજનો અને વેપારી વર્ગો માં માંગ ઉઠી રહી છે આ અંગે સ્થાનિક શહેરીજનો અને વેપારી ઓ સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય શ્રી વિરજીભઈ ઠુંમર અને ડી સી સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.