હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બે ઘાયલોની સ્થિતિ પણ નાજુક
પાલીતાણા માં રવિવારે દીવાલ ધરાશયી થતા પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે, આરીસા ભુવન પાસે જુના બાંધકામ ને તોડવાનું કામ શરૂ હતું તે દરમિયાન અચાનક જ દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરી રહેલ મજૂરો દબાયા હતા જેમાંથી કોન્ટ્રાકટર પિતા પુત્રના ઘટના સ્થળે તેમજ એક મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું, જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે.
પાલીતાણા શહેરના તળેટી વિસ્તારના આવેલ આરીસા ભુવન પાસે આવેલ એક ક્ધટ્રક્શન સાઇટ પર છેલ્લા એક વર્ષ થી જુના બાંધકામ ને તોડવાનું કામ શરૂ હતું ત્યારે આંઠ જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાકટર પિતા પુત્ર સહિત પાંચ લોકો દીવાલ નીચે દબાયા હતા. જો સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી કરી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ત્યાં કામ કરી રહેલ કોન્ટ્રાકટર ફારુકભાઈ હાજીભાઈ ડેરૈયા તેમજ તેમના પુત્ર તોફીક ફારુકભાઈ ડેરૈયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય ત્રણ મજૂરોને સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ સુખાભાઈ ગોવિંદભાઇ ખસીયાનું મોત નીપજયું હતું, જ્યારે સારવારમાં રહેલ અન્ય બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પિતા પુત્ર સહિત ના મોત થી મૃતકો માં આક્રંદ નું વાતાવરણ ફેલાયું હતું, મુસ્લિમ પિતા પુત્રના મોત થી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, જો કે સમગ્ર ઘટના અંગે સ્થાનિકો પણ શોક સાથે રોષ જોવા મળ્યો હતો, પાલીતાણામાં આવા ક્ધટ્રક્શન ના અનેક કામો ચાલી રહ્યા છે જ્યાં કોન્ટ્રકટરો દ્વારા મજૂરોની સુરક્ષા અંગે બેદરકારી દાખવતી હોવાની બુમરાણ ઉઠી છે,
પાલીતાણા સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી મૂર્તકને ઘરે લઈ જવા માટે કફન પણ હોતું નથી જે એક શમરજનક બાબત ગણાય જે બે મુસ્લિમ પિતા પુત્ર ના ડેડ બોડી ને પીએમ કરી ઘરે લઈ જવા માટે હોસ્પિટલ સંચાલકો એ પરિવાર ના સભ્યોને જણાવ્યું કે ઘરેથી કોઈ કાપડ જેવું લેતા આવો જેમાં મૃતદેહ ને ઘરે લઈ જવાઇ સમયાંતરે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ મળતી હોય છે અને આવેલી ગ્રાન્ટ દર્દીઓને વધુ સુવિધા મળી રહે તે માટે વાપરવાની હોઈ છે તેમાં મૃતદેહ ને લઈ જવા માટે કફન ની પણ વ્યવસ્થા કરવાની હોય છે તેમ છતાં મૃતદેહ ને લઈ જવા માટે કાપડ(કફન) ની વ્યવસ્થા પણ ન હતી
આ ઘટના બાદ ધર્મશાળા ના મેનેજર મીડિયાથી દુર ભાગી રહ્યા હતા, ત્યારે સવાલ ઉઠે છે કે આ બાંધકામ તોડવા માટે નિયમો નેવે મુકવામાં આવ્યા હતા કે શું? ઘટના ને લઈને ક્યાંક ને ક્યાંક મજૂરોની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે, પાલીતાણા માં અનેક જગ્યા પર બાંધકામો થઈ રહ્યા છે ત્યારે તંત્ર પણ આવી ઘટના બને ત્યારે જ એક્શનમાં આવે છે, ત્યારે હવે સ્થાનિક આગેવાનો તપાસ કરવાનું જણાવી રહ્યા છે અને જવાબદાર આમે પગલાં લેવાની વાતો થઈ રહી છે.