ધારાસભ્ય પબુભા માણેક હાજર રહ્યા
ઓખા માચ્છીમારી બંદર પર ૧પમી ઓગષ્ટથી ૧પમી મે ૧૦ માસ સુધી દેશના દરેક રાજયોમાંથી હજારો બોટો માચ્છીમારી કરવા આવે છે. અહીં ઓખા બંદર પર દરેક ધાર્મીક સામાજીક ત્યોહારો વેપારીઓ અને માચ્છીમારો સાથે મળી ઉજવે છે. ગઇકાલે ઓખા બોટ એસોસીએશન દ્વારા દ્વારકા યાત્રાધામના આવેલ જગ પ્રસિઘ્ધ દ્વારકાધીશ મંદીરના શિખર પર નૂતન ઘ્વજારોહણ કરવામાં આવેલ. જેમાં ઓખા મંડળના ધારાસભ્ય પબુભા માણેક ખાસ હાજર રહ્યા હતા. તથા ઓખા બોટ એશો. પ્રમુખ મનોજભાઇ મોરી, વેપારી અગ્રણી સંદીપભાઇ માણેક, મનોજભાઇ થોભાણી, પરેશભાઇ જોષી, લખનભાઇ કેર વગેરે સહપરીવાર ઘ્વજાજીની પુજા આરતી કરવામાં આવી હતી. આજે દ્વારકાના રાજમાર્ગો પર વિશાળ માચ્છીમારી સમુદાય દ્વારા વાજતે ગાજતે ઘ્વજાજીની શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ સર્વે સમુહ પ્રસાદી લોહા મહાજન વાડી ખાતે લીધી હતી. અહીં પ્રવાસે આવેલા કોડીનાર ગીર સોમનાથની શીશુમંદીર સ્કુલના બાળકો પણ આ ઉત્સવમાં જોડાયા હતા. .