સદીઓથી ચાલી આવતી આર્થિક અસમાનતા એ સમાજનું મોટામાં મોટું દુષણ છે. ઝૂંપડામાં વસતાં દીનદુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. ગરીબના ઘરમાં ઘી તો શું તેલનું ટીપું પણ જોવા મળતું નથી, જ્યારે શ્રીમંતોની કબરો પર તેમના પરિવારજનો દ્વારા તેમની પ્રતિષ્ઠાનું પ્રદર્શન કરવા માટે તેલને બદલે મોંઘા ઘીના દીવા પ્રગટાવવામાં આવે છે. શ્રીમંતો ભોગવિલાસની પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, તેનો થોડોક ભાગ પણ જો ગરીબોના કલ્યાણ માટે વપરાય તો ગરીબોના પેટનો ખાડો પૂરાઈ શકે.  અને બીજું કાંઈ નહિ તો ગરીબોને પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકાય. શ્રીમતો તેમની ખરેખર જરૂરિયાત જેટલી સામગ્રીનો ઉપયોગ કરે, અને બાકીની સંપત્તિ પરોપકારમાં વાપરે તો સમાજમાંથી કાંઈક અંશે આ આર્થિક અસમાનતાના દુષણનો સામનો થઈ શકે. અને દેશની ગરીબી દૂર કરવા તરફ એક પગલું મંડાયું એમ કહી શકાય.

૧ જુલાઈ ૨૦૧૭ આ રોજ ભારતમાં GST લાગુ  કરવામાંઆવ્યો. પરંતુ જીએસટી આવવાથી, તમામ વસ્તુઓ પર  કર લેવામાં આવે છે. જીએસટી આવ્યા પેલા ભારતમાં ૧૭ અલગ અલગ જાતના કર ચૂકવ્વ્મ આવતા હતા જે જીએસટીઆવ્યા બાદ કેવળ એક જ કર ચૂકવવામાં આવે છે. જોકે આના લીધે સૌથી વધારે જો કોઈ વાયક્તિને ફર્ક પડતો હોય છે તો તે છે મિડલક્લાસ અને ગરીબ લોકો પર…

વાત જો ખાવાપીવાની વસ્તુ પરથી શરૂ કરી તો શિયલની શરૂઆત થઈ ચૂકી છે અને ખજૂરનું આગમન  પણ થઈ ચૂક્યું છે દીવાળીથી ગલ્ફ દેશોમાંથી ખજુરની આવક ચાલુ થઈ ગઈ છે હાલ ખજુરનુ વેચાણ પણ વધ્યુ છે. મોટી સમસ્યા એ છે કે એના પર સરકાર ૧૨ ટકા હેવી GST વસુલે છે નવાઈ એ છે કે શાહુકારોના સુકા મેવા પર ફકત પ ટકા જ GST છે જયારે ખજુર પર એના કરતા સવા બે ગણો ૧૨ ટકા કરવેરો લેવાય છે. ખજુર એ આમ તો ગરીબનો ખોરાક કહેવાય છે. જયારે વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હતા ત્યારે એમ કહેતા કે આ વસ્તુ પર કયારેય કરવેરા ન હોવા જોઈએ પણ હવે તો એવી વાત છે કે શાહુકારના સુકા મેવા સમાન બદામ, કાજુ કીસમીસ, અખરોટ, અંજીર, પિસ્તા ડ્રાયફ્રુટ પર ફકત પ ટકા જ GST લાગે છે

ખજુરમાં લોહતત્વ વધારે હોય છે એથી હીમોગ્લોબીનવધે છે અને એનેમીયા રોગ દુર થાય છે. એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાથી એશકિતદાયક છે.માટે તે ગરીબનો ખોરાક કહેવાઈ છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.