જામનગર સમાચાર
જામનગરમાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવા માટે મેયર- સ્ટેન્ડિંગ ચેરમેનની રિક્ષા સવારી કરી હતી . જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા નવા પદાધિકારીઓ દ્વારા શહેરને સાફ સુથરૂં બનાવવા માટેનો સંકલ્પ કરાયો છે, ત્યારે પ્રતિદિન રાત્રી સફાઈ કરવામાં આવી રહી છે, જે સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન,દંડક સહિતના પદાધિકારીઓ રિક્ષામાં ફર્યા હતા, અને નિરીક્ષણ કર્યું હતું.
નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા વગેરે ગઈકાલે મોડી રાત્રે શહેરના પવન ચક્કીથી લાલપુર બાયપાસ સહિતના વિસ્તાર, અને દિગજામ સર્કલ- ખોડીયાર કોલોની સહિતના વિસ્તારોમાં રાત્રિના ૧.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધી સતત બે કલાક સુધી રીક્ષા ની સવારી કરીને સફાઈ કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું, અને શહેરના મુખ્ય માર્ગો સાફ સુથરા બને, તેની પૂરતી તકેદારી પણ રાખી હતી.
સાગર સંઘાણી