ઈજનેરીના વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈને ૭મીથી વિરોધ દર્શાવતા કાર્યક્રમો: ૨૬મીથી હડતાલ
ઉર્જા નિગમની તમામ કંપનીઓના ઈજનેરોએ વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈને જીયુવીએનએલ સામે લડતનાં મંડાણ કર્યા છે. આગામી ૭મીથી જીબીઆ વિરોધ દર્શાવતા કાર્યક્રમો આપનાર છે. તા.૨૬ થી ઈજનેરી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાનાં છે. જેને લઈને ગઈકાલે શહેરના ૧૫૦ી વધુ ઈજનેરોએ લક્ષ્મીનગર ખાતે આવેલી પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવતો કાર્યક્રમ યોજયો હતો.
જીબીઆના જનરલ સેક્રેટરી બીપીનભાઈ શાહે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીબીઆ એ રાજયભરનાં ૫૫૦૦ એન્જીનિયરોનું મોટું સંગઠન છે. છેલ્લા દોઢ વર્ષી અમે અમારા પ્રાણ પ્રશ્ર્નોની રજૂઆત મેનેજમેન્ટ અને સરકાર સમક્ષ કરતા આવ્યા છીએ. અમોની રજૂઆત શાંતિપૂર્વકની છે. પરંતુ કોઈને કોઈ કારણોસર છેલ્લા આઠ મહિનાી સરકારે સ્વીકારેલી માંગણીઓનું પણ કોઈપણ રીતે ઉકેલ અમોને મળેલ ની. તેી જીબીઆ મેમર્બ્સ દ્વારા આંદોલનના માર્ગે જવું પડે તેમ છે. સમગ્ર ગુજરાતના વડોદરા, મહેસાણા, રાજકોટ ઝોનમાં મિટિંગ કરી હતી. તા.૭થી અમારું આંદોલન શરૂ થશે. તા.૭એ અમે પ્રતિક ઉપવાસ તા.૧૩ થી અમારું વર્કરૂલ રહેશે. તા.૧૪ના ગુજરાતભરમાંથી ૧૦૦૦ી વધુ ઈજનેરો ગાંધીનગર ખાતે ધરણા કરશે અને તા.૨૦એ અમે માસ સીએલ એટલે કે સમગ્ર રાજયના ૫૫૦૦ એન્જિનીયરો અને ડોકટર્સ, પ્રોગ્રામર્સ બધા એક સો રજા મુકશે.
ત્યારબાદ પણ ઉકેલ નહીં આવે તો તા.૨૬ી અમો અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છીએ. સરકાર અને મેનેજમેન્ટને વિનંતી છે કે અમારી માંગણી ખૂબ વ્યાજબી છે. અમારું જે સંકલિત પગારપંચ છે તે એક સો મંજૂર કરવું જોઈએ. કલાસ વન અને ટુના પગારમાં જે વિસંગતતા છે તે દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેટકોનાં જનરલ સેક્રેટરી આર.બી.સાવલીયાએ જણાવ્યું કે અમો દોઢ વર્ષી અમારા પગાર સુધારણા અને ભથ્ સુધારણા અંગે સરકાર અને જીયુવીએનએલ મેનેજમેન્ટને રજૂઆત કરેલ છે પરંતુ તેનો સુખદ ઉકેલ હજુ સુધી મળેલ ની. અવાર નવાર રજૂઆત કરવા છતાં હકારાત્મક અભિગમ ન આવતા જીબીઆને ના છૂટકે આંદોલન પર જવાની ફરજ પડી છે. રાજય સરકારના અન્ય કર્મચારીઓ કરતા અમારે જુદા પ્રકારની સર્વિસ છે. કારણ કે આ ટેકનિકલ સંસ ૨૪ કલાક ૩૬૫ દિવસ પોતાની ફરજ પર હાજર હોય છે. અમારો ટેકનિકલ સ્ટાફ કાયમી ધોરણે વિજળીના ક્ષેત્રમાં કામ કરે છે. તેી અકસ્માતનો ભય વધુ રહે છે. આ માટે એકસીડન્ટ, વિમા પોલીસીનો પણ લાભ આપવો જોઈએ. સાો સા પેન્સન યોજના પણ અમલમાં લાવવી જોઈએ.