સમસ્ત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓની ઉ૫સ્થિતિ, સરદારધામ હોસ્ટેલ પ્રોજેકટ સિવિલ સર્વીસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિટ વગેરે પ્રવૃતિઓ માટે કાર્યરત
રવિવારે રાજકોટના નાનામોવા સર્કલ પાસે ટ્રીનિટી હોસ્પિટલ પાસે આવેલા સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી શિવલાલભાઈ વેકરીયા, ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને સરદારધામ કાર્યાલય માટે નિ:શુલ્ક અતિઆધુનિક સંકુલની વ્યવસ્થા પુરી પાડનાર મહેન્દ્રભાઈ ગજેરા, ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી રિટાયર્ડ આઈ.એ.એસ. બાબુભાઈ ઘોડાસરા, રિટાયર્ડ આઈ.એ.એસ. એચ.એસ.પટેલ,એલ.જી.પટેલ ગ્રુપ અને પટેલ સેવા સમાજના ટ્રસ્ટી નંદલાલભાઈ માંડવીયા, મુંબઈના પટેલ એન્જીનીયરીંગ વાળા પ્રીતિબેન પટેલ, વી.આર.વન મહિલા ગ્રુપના શર્મિલાબેન બાંભણિયા, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા સહિતના મહાનુભાવોના હસ્તે નૂતન કાર્યાલયનું લોકાર્પણ કરાયા બાદ દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો સાથે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવાની નેમ સાથે કાર્યરત સરદારધામના બિપીનભાઈ ઉસદડીયા, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, પરેશભાઈ ગજેરા, રમેશભાઇ ટીલાળા, ભીખુભાઇ પી. વિરાણી, ભરતભાઈ બોધરા, ભવાનભાઈ રંગાણી, ભુપેન્દ્રભાઈ પાંચાણી, વિઠલભાઈ ધડુક, ચંદુભાઇ વઘાસિયા, ધનજીભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પાટીદાર સમાજની એકતાનું ધામ “સરદારધામ” કાર્યરત છે. પાટીદાર સમાજના યુવાઓને એક તાંતણે જોડી વિવિધ ક્ષેત્રોમાં સમાજના નાનામાં નાના જ્ઞાતિજનથી લઈને સમાજના શ્રેષ્ઠીઓના તાલમેલથી સમાજના દરેક લોકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે. સરદારધામની સેવાઓ સમગ્ર ગુજરાતભરની સાથે ૧૮ ઓગસ્ટ,૨૦૧૯થી રાજકોટમાં પણ શરૂ કરવામાં આવી છે.
મિશન ૨૦૨૬ અંતર્ગત સરદારધામ દ્વારા ૨૦૨૦ દરમ્યાન હોસ્ટેલ પ્રોજેક્ટ, ૠઙજઈ અને ઞઙજઈ સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ(GPBS), ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO), યુવાતેજ-તેજસ્વીની સંગઠન માટે હાલ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
યુવા શક્તિ ના સર્વાંગી વિકાસ માટે સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ પગલુ માંડવા માટે સરદારધામ દ્વારા GPBS / GPBO / યુવાતેજ-તેજસ્વીનીના આયામો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજના દરેક જ્ઞાતિજનો સુધી સરદારધામના વિચારો અને અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીના ઉત્થાન સાથે ઉત્કૃષ્ટ રાષ્ટ્ર નિર્માણની હરણફાળ ભરી રહ્યું છે.
જુદા જુદા લક્ષ્યબિંદુઓ સાથે સરદારધામ એક અનોખી અને આગવી વિચારધારાથી સમસ્ત પાટીદાર સમાજ માટે ગુજરાતમાં કામ કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટ શહેરમાં તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ ના રવિવારે સવારે ૧૧ કલાકે નાના મવા સર્કલ પાસે, મારવાડી એક્સચેન્જ સામે, ટ્રીનીટી હોસ્પિટલની બાજુમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, સમસ્ત પાટીદાર સમાજના સ્વપ્નદ્રષ્ટા શિવલાલભાઈ વેકરીયા, ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાસજાળિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજના જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા.અને સરદારધામની વિવિધ સમિતિઓમાં જોડાઈને સમાજના ઉત્થાનથી રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધવાની નેમને સાર્થક કરવા સુર પુરાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાટીદાર સમાજના મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા કરવામાં આવ્યુ હતું.
સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા ટીમ GPBO રાજકોટના યુવા ઉદ્યોગસહાસિકો અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ તકે ગગજી સુતરિયા (પ્રમુખ સેવક – સરદારધામ)એ અબતકની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સરદારધામ ના કાર્યાલય નું લોકાર્પણ કરાયું છે તેમજ ગલકબલ પાટીદાર બિઝનેશ સમિટ નું પ્રમોશનલ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર ના હાર્દ સમાન રાજકોટ માં વ્યાપાર ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાઈ શકે તેમજ નાના ઉદ્યઇ સાહસિકો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના ધંધાનો વ્યાપ વધારી શકે તે ઉદેશ્ય સાથે આજનો આ કાર્યક્રમ યોજાયો છે. તેમણે જણાવ્યું હતું કે આ બિઝનેશ સમિટ ની ત્રણ ખાસિયતો છે જે પૈકી ગત વર્ષે યોજાયેલ સમિટ ની સરખામણીએ વર્ષ ૨૦૨૦ માં આ સમિટ સાત ગણી મોટી થવાની છે, સામાજિક સમરસતા ના ભાગરૂપે સર્વ સમાજ ના ૨૦% વેપારીઓ સમીટ માં જોડાય શકે તેવું આયોજન કરાયું છે, આ સમિટ માં ૨ ડોમ ને નારી શશક્તિકરણ ના ભાગરૂપે ફક્ત મહિલાઓ માટે આરક્ષિત કરાયો છે. ઉપરાંત ડેરી ઉદ્યોગ જેવા ઉદ્યોગો માટે ૫૦ % જેટલી ઓછી રકમ લઈને તેમણે સમિટ માં જોડાવાનો તક અપાયો છે.