ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયન બોલરોની રણનીતિને નિષ્ફળ બનાવી
ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ૪થી ટેસ્ટ મેચ કે જે સીડની ખાતે રમાઈ રહેલી છે તેમાં ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટીમ પેઈન અને બોલરો વચ્ચે મતભેદનો માહોલ જોવા મળ્યો હતો તેમ બોલીંગ કોચ ડેવીડ શેકરે જણાવ્યું હતું. ૪થો ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયન ટીમની રણનીતિને લઈ બોલરો વચ્ચે ભ્રમ એટલે કે, કયાંકને કયાંક મતભેદનો માહોલ સર્જાયો હતો જયારે તે દિવસની રમતના અંતે આ મુદ્દાને લઈ ટીમ પેઈન અને બોલરો વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી જેમાં ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલીયાની રણનીતિને વેરવિખેર કરી ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર જેમાં જોસ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્શને ખુબજ ધોયા હતા જેને લઈ ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટીમ પેઈને નારાજગી વ્યકત કરી હતી.
ઓસ્ટ્રેલીયન ટીમના બોલીંગ કોચ ડેવીડ શેકરે પત્રકાર પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ટીમના બોલરો કાંઈક અલગ જ ઈચ્છતા હતા જયારે ટીમ પેઈન પણ કાંઈક અલગ જ ઈચ્છતો હતો જે પરિસ્થિતિને લઈ ભ્રમનો માહોલ ઉદ્ભવીત થયો હતો.
વધુમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે દિવસની રમત પૂર્ણ થયા બાદ ટીમના મુખ્ય કોચ જસ્ટીન લેંગર ટીમ સાથે ખુબજ ઉગ્ર ચર્ચા કરી હતી અને તે દિવસની રમતને લઈ ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી. જેનું એકમાત્ર કારણ એ હતું કે, ભારતીય બલેબાજોએ ઓસ્ટ્રેલીયન ટીમના બોલરોની પેટ ભરી ધોલાઈ કરી હતી. સાથો સાથ ઓસ્ટ્રેલીયાની સ્પીનર નાથન લીઓન પણ ઓસ્ટ્રેલીયાની રણનીતિથી ખૂશ જોવા મળ્યો ન હતો.