ખારવા સમાજે દરીયા ખેડુની સલામતી માટે પ્રાર્થના સાથે દરીયાદેવને ખાંડ અર્પણ કરી
દરીયા સાગર ખેડુતાના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ચોમાસાની રૂતુ દરમ્યાન સમુદ્ર તોફાની રહે છે સાગરપુત્રો સાગરનાં આ તોફાની મીજાજને જોઈને સાગર ખેડવાનું જોખમ લેતા નથી અષાઢી તેરશના દિવસને ખારવા સમાજ તથા સાગરપુત્રશે રીયાના નવી સીઝન નવા વર્ષ તરીકે મનાવે છે. અને સમુદ્ર પણ પોતાનો મીજાજ બદલી શાંત પડે છે. ઓખામાં સાગર પુત્ર ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ જ્ઞાતીની વાડી સાગરભુવનેથી સો સાથે મળીને સફેદ કાપડના ધોડા સ્વરૂપે સાગરનો વરઘોડા સાથે દરીયા કિનારે પહોચે છે. જયા દરીયા દેવની પુજનવિધી કરવામાં આવે છે.
સમસ્ત ખારવા સમાજના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ કાંતીભાઈ ચાવડા તથા માછીમારી બોટ એસો.ના પ્રમુખ અને આગેવાનો અને ખારવા સમાજના તમામ ભાઈઓ અને બહેનો મળીને દરીયાના પૂજન કર્યું હતુ દરીયા માં ખાંડ પધરાવી દરીયા દેવને મીઠાસ અર્પણ કરી હતી એક માન્યતા પ્રમાણે આજના દિવસથી સમુદ્ર થોડો શાંત થાય છે. અને આવનારી નવી સીઝન દરમ્યાન સાગર પુત્રોની સલામતી આપે તેવી પ્રાર્થના સ્વરૂપે આ પુજા કરવામાં આવે છે. ઉપરાંત ધંધો રોજગારમાં પણ બરકત રહે. સાગરને અર્પણ કરેલ ખાંડથી તે મીઠો આવકાર આપતા રહે. અને કોઈપણ વહાણ કે બોટો દરીયામાં ડુબે નહી કે કોઈ નુકશાન થાય નહીતેવી પણ સાગર પુત્રોએ પ્રાર્થના કરી હતી અને નવી સીઝનમાં બોટો ચાલુ કરવા બોટોને નવા રૂપ રંગ સાથે તૈયાર કરી પૂજા પણ કરવામાં આવી હતી.