રોકડ પરિવાર બન્યો યજમાન
દાતાના સહયોગથી માતા-પિતા વિહોણી 22 દીકરીઓના શાહી લગ્ન: 27 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે
“દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમ દ્વારા 2018થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં વહાલુડીના વિવાહ અત્યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ સાલ પણ આ અદકેરું આયોજન હાથ ધરાયું છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. “વહાલુડીના વિવાહ-5” મુખ્ય યજમાન પદે માતુશ્રી મણીબેન તથા પિતાશ્રી રવજીભાઇ રોકડની સ્મૃતિમાં શહેરના જાણિતા બિલ્ડર ધિરૂભાઇ રોકડ, પારૂલબેન રોકડ પરિવાર જોડાયો છે.
આગામી ડિસેમ્બર માસમાં સતત પાંચમાં વર્ષે વહાલુડીના વિવાહ-5 “દીકરાનું ઘર” દ્વારા અત્યંત ભવ્યાતીભવ્ય છતાં ગરીમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલ ફરી એક વખત 22 દીકરીઓને જરૂરીયાત મુજબનો સમૃદ્વ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય આપશે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, ડો.નિદત બારોટ અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું છે કે “વહાલુડીના વિવાહ-5” પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્વ કરીયાવર પણ આપવામાં આવશે.
વહાલુડીના વિવાહ -5ની વિશેષ માહિતી આપતા મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, વસંતભાઇ ગાદેશા, ધીરૂભાઇ રોકડ તેમજ હસુભાઇ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્વ કરીયાવર ભેટ રૂપે 200થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. એક ઘરની જરૂરીયાત મુજબનો તમામ કરીયાવરનો તેમા સમાવેશ થાય છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં 66 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ચાલુ સાલ વધુ 22 દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે.
આ ઉપરાંત વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઇનું મામેરું અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત બનશે તેમ સંસ્થાના સુનીલ મહેતા, હરેશભાઇ પરસાણા, કિરીટ પટેલ, અશ્ર્વિનભાઇ પટેલ, દિપકભાઇ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના ઉપેનભાઇ મોદી, દિપકભાઇ મોદી, દિપકભાઇ જલુ, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઇ ભાલાળા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઇ પટેલ, શૈલેષ જાની તેમજ ધર્મેશ જીવાણીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 91 દીકરીઓને પરણાવવામાં આવેલ છે. ચાલુ સાલ વધુ 22 દીકરી પ્રભુતામાં પગલા માંડશે. સંસ્થાના કાર્યકર્તાઓ અનેરો ઉત્સાહ જોવા મળે છે.
વહાલુડીના વિવાહ-5નું ફોર્મ વિતરણ 27 ઓગસ્ટ સુધી સાંજના 4:00 થી 7:00 સુધી 305, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે.
આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, દોલતભાઇ ગદેશા, ગુણુભાઇ ઝાલાડી, પ્રનંદ કલ્યાણી, યશવંત જોશી, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઇ ગાંધી, હરીશભાઇ હરીયાણી, મહેશ જીવરાજાની, પરીમલભાઇ જોશી, જયેન્દ્રભાઇ મહેતા, હસુભાઇ શાહ, પારસ મોદી, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, જયદીપ કાચા, આર.ડી.જાડેજા, ચેતન મહેતા, શૈલેષ દવે, બ્રિજ વૈશ્ર્નવ, ફાલ્ગુનીબેન કલ્યાણી, અલ્કા પારેખ, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, મૌસમીબેન કલ્યાણી, અરૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, ગીતાબેન વોરા જહેમત ઉઠાવી રહ્યા છે.
લગ્નોત્સવ હેલ્પલાઇન
“વહાલુડીના વિવાહ-5” સંદર્ભે કોઇ માહિતી માટે તથા દીકરીઓને કરીયાવર રૂપી ભેટ આપવા ઇચ્છતા દાતાઓ સંસ્થાના મુકેશ દોશી- 98250 77725, સુનીલ વોરા- 9825217320, નલીન તન્ના- 9825765055, અનુપમ દોશી- 9428233796 ઉપર સંપર્ક કરી શકે છે.