વકીલોને ટોકનભાવે મકાન–ઓફિસ માટે જમીન ફાળવવા, ડીજીપી અને એજીપીની ભરતી જીપીએસસી દ્વારા રજુઆત કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તમામ લોકહિતોના કામો કરવા તૈયાર છે ત્યારે એકટીવ પેનલ દ્વારા સર્કિટ બેન્ચ અને ૨૦ અન્ય ટ્રીબ્યુનલો રાજકોટ ખાતે શરૂ કરવા માટેની દિશામાં પ્રયત્ન કરવામાં આવશે અને અસીલોને ઝડપી ન્યાય મળશે અને ખર્ચ ઘટશે. શેઠનગર પાસે નવા કોર્ટ સંકુલની આસપાસમાં વકીલોના રહેણાંક અને ઓફિસો માટે સરકાર પાસેથી ટોકન ભાવે જમીનની માંગણી કરવામાં આવશે. ડીજીપી, એજીપીની પોસ્ટોની ભરતી જીપીએસસી દ્વારા થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. એપીપીઓની અટકાયેલી ભરતી તાત્કાલિક ધોરણે નિમણુક થાય તે દિશામાં સરકારને રજુઆત કરવામાં આવશે. કોર્ટ સંકુલ-લાયબ્રેરીમાં સ્વચ્છતા જાળવવાના પ્રયત્નો કરાશે. કોર્ટમાં કાયમી પોલીસ ચોકીની સ્થાપના થાય તે પ્રયત્ન કરાશે તેમજ કોર્ટ દ્વારા કરવામાં આવતી કોસ્ટની રકમ વકિલોના વેલફેરમાં ઉપયોગ થાય તે દિશામાં પ્રયત્ન કરશે.
એકટીવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર બકુલ રાજાણી
રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ૨૦૧૯ની ચુંટણી તા.૨૧ને શુક્રવારના રોજ સવારે ૯ કલાકથી બપોરે ૩:૦૦ સુધી યોજાનાર છે ત્યારે બાર એસોસીએશનના એકટીવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર તેમની સમગ્ર પેનલ સાથે ‘અબતક’ની મુલાકાતે આવેલ હતા. જેમાં પ્રમુખપદ માટે રઘુવંશી અગ્રણી અને સિનિયર વકીલ રાજાણી બકુલભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. બકુલભાઈ રાજાણી વર્ષ ૨૦૦૧માં જુનીયર એડવોકેટ એસોસીએશન વર્ષ ૨૦૦૬માં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ લોયર્સ ફાઉન્ડેશનની સ્થાપના કરેલી અને ત્યારબાદ આજદિન સુધી તેઓ તે સંસ્થાના ક્ધવીનર છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે વકિલો માટે સેમીનારનું આયોજન, પ્રવાસનું આયોજન, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કાયમી ધોરણે કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં ઉપપ્રમુખ તરીકે તેમણે ક્રિમીનલ કોર્ટ, સિવિલ કોર્ટના વકિલોના અનેક વિવિધ પ્રશ્ર્નો હરહંમેશા વકિલની સાથે રહી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. વકિલોને કોર્ટમાં થતી સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ પણ લાવ્યા છે. જેથી તેઓ સીનીયર-જુનીયર વકિલોમાં વ્યાપક પ્રમાણમાં લોકચાહના ધરાવે છે. વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં એકટીવ પેનલના પ્રમુખપદે તેમનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.
ઉપપ્રમુખના ઉમેદવાર સિઘ્ધરાજસિંહ જાડેજા
ડિસ્ટ્રીકટ કોર્ટમાં ૧૯૯૮થી વકિલાતનો વ્યવસાય કરતા સિઘ્ધરાજસિંહ જાડેજા સને-૨૦૦૧ની સાલમાં બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકે નાની ઉંમરે જંગી બહુમતીથી ચુંટાઈ આવેલા અને સને-૨૦૦૩ની સાલમાં જુનીયર બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાયેલા ઈન્ડીયન એસોસીએશન ઓફ લોયર્સના ડીસ્ટ્રીકટ ચેરમેન તેમજ સને ૨૦૦૯ની સાલમાં ક્રિમીનલ બાર એસોસીએશનના સેક્રેટરી તરીકે નિમણુક થયેલી અને ફોજદારી પ્રેકટીસ કરતા વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ પ્રશ્ર્નોને અગ્રતાક્રમ આપી સત્વરે નિર્ણય લઈ નિકાલ કરેલો હતો.
બાર એસોસીએશનમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે બિનહરીફ ચુંટાઈ આવેલ. બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ તરીકે ચુંટાઈ આવેલા અને વેલફેર ફંડ અંગેની ઉત્કૃષ્ઠ કામગીરી કરી વકીલોના પ્રશ્ર્નોને વાચા આપી નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી કામગીરી કરી હતી તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આયોજીત તમામ લીગલ સેમીનારમાં ઉત્કૃષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરી હતી. આવનાર સમયની જરૂરીયાત જોતા રાજકોટનાં જુદા-જુદા બાર એસોસીએશનની સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યલક્ષી વિવિધ સમસ્યાઓને પરીણામલક્ષી બનાવવા ઉપપ્રમુખપદે ઉમેદવારી નોંધાયેલી છે. એકટીવ પેનલનાં તમામ હોદેદારો અને કારોબારી સભ્યોને મતો આપી વિજય બનાવવા બારનાં વકીલોને નમ્ર અપીલ છે.
સેક્રેટરી પદના ઉમેદવાર ડો.જીજ્ઞેશ એમ.જોષી
વર્ષ ૨૦૦૯થી વકીલાતના સેવાના વ્યવસાયમાં પ્રવેશ કરી છેલ્લા ૧૦ વર્ષથી હું વકીલોના પ્રશ્નોના સતત વાચા આપતો રહ્યો છું તે દરમ્યાન બાર એસોસીએશનમાં વર્ષ ૨૦૧૨માં સૌપ્રથમ વખત કારોબારી સભ્યપદે કોઈપણ ચેનલના ઉમેદવાર ન રહી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચુંટણી જીત્યો હતો. ત્યારબાદ સતત વર્ષ ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭માં પણ હું ચુંટણીઓ જીતી રાજકોટ તેમજ ગુજરાતના તમામ વકિલો મિત્રોના પશ્નોની અસરકારક રજુઆતો કરતો રહ્યો છું. રાજકોટ કોર્ટમાં રેગ્યુલર પ્રેકટીસ કરતા ૪૦૦થી વધુ વકિલો, ટાઢ, તડકો, વરસાદ સહન કરી ખુલ્લામાં છેલ્લા ૩૫ વર્ષથી પ્રેકટીસ કરતા હતા. જેમની મુશ્કેલીને ધ્યાને લઈને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ના સમયગાળામાં સતત લડત અને રજુઆતો થકી ગુજરાત હાઈકોર્ટના યુનિટ જજ અભિલાષા કુમારજીએ તા.૬/૧/૨૦૧૫ના રોજ કોર્ટમાં વકિલોને બેસવા માટેના છાપરા નાખવાની મંજુરી આપી ગ્રાન્ટ મંજુર કરી આપેલ ત્યારબાદ વર્ષ ૨૦૧૬-૧૭માં વકિલોને છાપરા નીચે લાઈટ અને પંખાની સગવડતાઓ પણ કરાવડાવી વર્ષો જુની સમસ્યાનું કાયમી સમાધાન કરી આપેલ.
જોઈન્ટ સેક્રેટરી વિકાસભાઈ શેઠ
બાર એસોસીએશનની વર્ષ-૨૦૧૯ની ચુંટણીમાં જોઈન્ટ સેક્રેટરીપદ માટે એકટીવ પેનલમાંથી સીનીયર સીવીલ લોયર શેઠ વિકાસભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. વકિલાતનો વ્યવસાય કરી રહ્યા છે. બારમાં તેઓની છાપ એક એગ્રીયન્ગ મેન તરીકે ધરાવે છે અને વકિલોના કોર્ટ સંબંધિત તમામ પ્રશ્નોએ હર હંમેશ અગ્રેસર રહી વિવિધ સ્તરોએ વકિલ હિતમાં સતત રજુઆતો કરતા રહ્યા છે. આ ઉપરાંત જુનીયર વકીલોને વિકાસ શેઠ મદદ કરતા આવ્યા છે. આ અગાઉ તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં ચુંટાઈ આવ્યા હતા અને સમગ્ર કાર્યકાળ દરમ્યાન તેઓએ ખુબ જ સારી કામગીરી કરેલ હતી.
મહિલા કારોબારી સભ્ય હર્ષાબેન પંડયા
એડવોકેટ હર્ષા નિરવકુમાર અગાઉ મહિલા બાર એસો.માં સેક્રેટરી, કારોબારી સહિતના વિવિધ હોદાઓ ઉપર ફરજો નિભાવી ચુકેલા છે. હર્ષા નિરવકુમાર પંડયા મિલનસાર સ્વભાવને કારણે વકીલ વર્તુળોમાં હળીમળીને રહેવાની તથા હરહંમેશ વકીલોનાં હિત ખાતર સચોટ નિર્ણય લેવાની તેઓ તાકાત પણ ધરાવે છે. તદઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં ચેરમેન દીપેન કે.દવેના મોટા બહેન પણ છે.
એકટીવ પેનલનાં કારોબારી સભ્યો પંડયા જનક રસીકભાઈ
બાર એસોસીએશનમાં છેલ્લા ૨૯ વર્ષથી સિવિલ ક્ષેત્રમાં પ્રેકટીશ કરી રહ્યાં છે અને રાજકોટના ખ્યાતનામ સીવીલ વકીલ તરીકે ખુબ જ સારી નામના ધરાવે છે.
ભટ્ટ મુકેશ આર
બાર એસોસીએશનની આગામી ચુંટણીમાં કારોબારી સભ્ય તરીકે એકટીવ પેનલમાંથી એડવોકેટ ભટ્ટી મુકેશભાઈ આર એ લડી રહ્યા છે. છેલ્લા ૧૦થી સિવિલ અને ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીશ કરી રહ્યાં છે. સીનીયર જુનિયર વકિલોમાં ખુબ જ સારી નામના ધરાવતા બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે.
દવે તુષાર
બાર એસોસીએશનમાં દવે તુષાર એડવોકેટ છેલ્લા ૨૦ વર્ષથી વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સિનિયર તેમજ જુનીયર વકિલોમાં ખુબ જ સારી નામના અને લોકપ્રિયતા ધરાવે છે. ક્રિમીનલ ક્ષેત્રમાં તેઓ એક સતત લડવૈયા તરીકેની પોતાની ભૂમિકા છે.
ધનેશા વિવેક
બાર એસોસીએશનમાં સિવિલ અને ક્રિમીનલ ક્ષેત્રે વકિલાતની પ્રેકટીશ કરી રહ્યા છે. તેઓ એડવોકેટ શેઠ વિકાસભાઈની જુનિયર તરીકે કામગીરી સંભાળે છે અને જુનીયર એડવોકેટ મિત્રોમાં ખુબ જ સારી લોકચાહના ધરાવે છે.
જોષી વિશાલ
બાર એસોસીએશનની ચુંટણી વર્ષ-૨૦૧૯માં એડવોકેટ જોષી વિશાલ રાજકોટ બાર એસોસીએશનના કાયમી સભ્ય છે અને ઈન્કમટેકસ સેલ્સ ટેકસ ક્ષેત્રમાં વર્ષોથી વકિલાતની પ્રેકટીશ કરી રહ્યા છે. યુવા એડવોકેટો અને બ્રહ્મ એડવોકેટોમાં ખુબ જ સારી તેઓ લોકપ્રિયતા ધરાવે છે.
પંડયા હરેશ
બાર એસોસીએશનની ચુંટણીમાં સીનીયર વકીલ પંડયા જીતેન્દ્રભાઈના નાના ભાઈ એડવોકેટ પંડયા હરેશે ચુંટણીમાં કારોબારી સભ્ય તરીકે પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી વકિલાત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
સભાડ જીજ્ઞેશ એમ.
બાર એસોસીએશનમાં એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડે પોતાની ઉમેદવારી આગામી ચુંટણીમાં ક્રમાંક નં.૧૬ પરથી નોંધાવેલી છે. એડવોકેટ જીજ્ઞેશ સભાડ સીનીયર ક્રિમીનલ લોયર એડવોકેટ રોહિતભાઈ ધીયાના જુનીયર છે અને છેલ્લા ૪ વર્ષથી ક્રિમીનલ પ્રેકટીશ કરી રહ્યા છે. તેઓ માલધારી સમાજમાં ખુબ જ સારી નામના ધરાવે છે અને શહેર કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ પણ છે. જુનીયર વકિલોમાં ખુબ જ સારી નામના છે.
સાયાણી ચૈતન્ય
બાર એસોસીએશનમાં પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. તેઓ વકિલાત ક્ષેત્ર સાથે છેલ્લા ૨૦ વર્ષથી સંકળાયેલા છે. ઉપરાંત તેઓ સરકારી વકીલ તરીકે ૩ વર્ષ સુધી પોતે ફરજ બજાવી ચુકેલા છે. તેઓ સીનીયર અને જુનીયર વકિલોમાં ખુબ જ સારી નામના અને લોકચાહના ધરાવે છે.
ઉન્નડ મોહસીન
બાર એસોસીએશનના એડવોકેટ મોહસીન ઉન્નડએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા ૩ વર્ષથી વકિલાતના ક્ષેત્રમાં પ્રેકટીશ કરી રહ્યા છે. તેઓ લઘુમતી સમાજના તમામ એડવોકેટ મિત્રોમાં ખુબ જ સારી નામના ધરાવતા હોવાથી સર્વ સંમતીથી એડવોકેટ મોહસીન ઉન્નડે પોતાની ઉમેદવારી નોંધાવેલી છે.
એકટીવ પેનલને વિવિધ વકિલ મંડળો દ્વારા જીતાડવા માટે તેમના સમર્થનમાં ટેકો જાહેર કરવામાં આવેલો છે. જેમાં જુનીયર એડવોકેટ, સૌરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફાઉન્ડેશન, રેવન્યુ પ્રેકટીશનર, જુનીયર રેવન્યુ પ્રેકટીશનર અને ગુજરાત હયુમન રાઈટસ પ્રકટીશનર એસોસીએશન દ્વારા એકટીવ પેનલના તમામ ઉમેદવારોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે.