ડેડબોડી કોલ્ડ સ્ટોરેજમાં રાખતી વેળાએ ભૂલથી હાથ આદિ જતા મહિલા કોન્સ્ટેબલે છેડતીનુ કહી કર્યો ઝગડો

તબક્કે નર્સિંગ સ્ટાફ વીજળિક હડતાળ પર ઉતરી ગયો તો

અબતક,રાજકોટ

રાજકોટ પીડીયું સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ગઈકાલે રાત્રે બબાલ મચી ગઇ હતી, ફરજ પર રહેલા નર્સિંગ સ્ટાફ યુવકનો હાથ મહિલા પોલીસ કોન્સ્ટેબલને અડી જતાં મહિલા કોન્સ્ટેબલે છેડતી કર્યાનું કહી બ્રધરને ફડાકો ઝીંકી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો, જોકે મામલો થાણે પડતા તમામ ફરજ પર આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ ગઈકાલ રાત્રીના રાજકોટ સિવિલના હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં તુષાર પટેલ નામનો યુવાન નર્સિંગ ડ્યૂટી પર હતો ત્યારે પ્ર.નગર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ સોનલબેન કોલ્ડ રૂમમાં એક ડેડ બોડી રાખવાના કામ સબબ પહોંચી હતી, તે સમયે નર્સિંગ તુષાર પટેલનો હાથ મહિલા કોન્સ્ટેબલને અડી જતાં હોબાળો થયો હતો, અને કોન્સ્ટેબલે છેડતીનો આળ મુક્યો હતો, તુષાર પટેલે ભૂલથી હાથ અડ્યાનું કહી માફી માગી પરંતુ મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં જ તુષારને ફડાકો ઝીંકી દીધો હતો.

બનાવમાં ડોક્ટર સહિતના સ્ટાફે તુષાર પટેલથી ભૂલથી હાથ અડ્યાની તેમ છતાં તેણે માફી માગી હોવાનું કહી મહિલા કોન્સ્ટેબલે ફડાકો મારતા તે બાબતનો વિરોધ થયો હતો, તેના દાદાગીરી ભર્યા વર્તનથી ઇમર્જન્સી રૂમમાં રહેલા સ્ટાફમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, સમગ્ર ઘટના હોસ્પિટલ કેમ્પસમાં ફરી વળતાં તમામ સ્ટાફ પહોંચી ગયો હતો અને હડતાળની જાહેરાત કરી હતી, ઘટનાની જાણ થતાં મેટ્રન જાખરિયા સહિતના પહોંચ્યા હતા અને દર્દીઓને ધ્યાને લઇ હડતાળ ન કરવા સમજાવતા તમામ ફરીથી કામ પર આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે, બુધવારે પોલીસ કમિશનરને આ બાબતે આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.