અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ કરાયો: માળીયા હરિપર, ચોટીલા-જસદણ, લીંબડી -બોટાદ સહિતના ‚ટ કેન્સલ કરાયા

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યું હતુ. સાર્વત્રીક વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જેની અસર વાહન વ્યવહાર પર પણ જોવા મળી હતી જેના પગલે સૌરાષ્ટ્રભરમાં ઢગલા બંધ એસ.ટી.ના ‚ટ રદ કરવામાં આવ્યા છે.

ગઈકાલ રાતથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. મેઘરાજા કયાંક ધીમીધારે તો કયાંક સતત હેત વરસાવતાજોવા મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે સમય રાજકોટ એસ.ટી. ડીવીઝનને અસર પહોચી છે. અગાઉ પણ થોડા દિવસ પહેલા વરસાદ વરસતા એસ.ટી.ના અનેક ‚ટ રદ કરવા પડયા હતા ત્યારે ફરી પાછો ગઈકાલથી વરસાદ આવતા ઢગલાબંધ ‚ટ કેન્સલ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરી દેવાયો છે. લીમડી પાસે નર્મદા કેનાલમાં ગાબડુ પડયું હતુ સાયલા અને ચોટીલામાં રેસ્ક્યુ કરવા માટે હેલીકોપ્ટરની મદદ લેવી પહી છે. ઉપરાંત અમદાવાદના સોલાના કારગીલ પેટ્રોલ પંપથી ચાણકય પૂરી તરફ જવાના માર્ગ પર કેડ સમા પાણી ભરાઈ જતા સ્થાનીકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. બગોદરામા પણ સતત ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા હાઈવે પર પાણી ભરાઈ જતા એસ.ટી.તેમજ વાહન વ્યવહારને અસર પહોચી હતી લીંબડી અને બગોદરા વચ્ચે ચાર કી.મી. લાંબો ટ્રાફીક જામ થયો હતો. વાહનો માર્ગ પરથી પસાર થાય તેવી સ્થિતિ રહી ન હોતી નાગરીકો વરસાદ કરતા તંત્રની બેદરકારીને કારણે એસ.ટી.ની સવલતથી બાકાત રહ્યા છે.

રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે માળીયા પંથકમાં ચો તરફથી વાગડીયા ઝાંપા વિસ્તારમાં ચાર ચાર ફૂટ પાણી ભરાયા છે. તો બીજી તરફ હરીપર વાંઢ વિસ્તાર અને માલાણીવાસમાં વધુ પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે મચ્છુ ૧,૨ અને મચ્છુ ૩ના ઘસબસતા પ્રવાહો માળીયા સુધી પહોચતા માળીયા-હરીપર તેમજ રાજકોટ તરફનો ‚ટ કેન્સલ કરવામાં આવ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુકે ભારે વરસાદને લીધે ચોટીલા જસદણ ઉપરાંત લીંબડી બોટાદ સહિતના ‚ટ કેન્સલ કરવામાં આવ્યા છે. એસ.ટી.તંત્રને કે જનતાને કોઈ મુશ્કેલી ન વેઠવી પડે અને વરસાદના પગલે કોઈ આકસ્મિક બનાવ ન બને તે માટે એસ.ટી.ના જ‚રીયાત પ્રમાણેના ‚ટ રદ કરવામા આવ્યા છે. એક ગામથી બીજા ગામને જોડતા માર્ગો પર પાણી ઓછુ થતા અને વરસાદ રહેતાની સાથે જ એસ.ટી.‚ટ ફરીથી કાર્યરત થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.