સાઉદી અરેબીયાની જેલમાં સૌથી વધુ ૨૧૮૧ ભારતીય કેદીઓ બંધ લોકસભામાં અપાઈ વિગતો
વિદેશી જેલોમાં સબડતા ભારતીયોની સંખ્યા ૭૮૫૦ સુધી પહોંચી ગઈ છે. સૌથી વધુ ભારતીય કેદીઓ સાઉદી અરેબીયાની જેલમાં છે તેવું મંત્રી વી.કે.સિંઘે લોકસભામાં કહ્યું હતું.
લોકસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, વિદેશની જેલોમાં ૭૮૫૦ ભારતીય કેદીઓ છે. ૩૬૦ કેદીઓએ ૨૮/૨/૨૦૧૮ સુધીમાં પોતાની સજા કાપી છુટકારો મેળવ્યો છે. સૌથી વધુ કેદીઓ ૨૧૮૧ સાઉથી અરેબીયાની જેલમાં છે. જયારે યુએઈમાં ૧૬૨૮ કેદીઓ બંધ છે. આ પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન વર્ષ ૨૦૧૪માં ઈરાકના ઓસુલમાં ગુમ થયેલા ૩૯ ભારતીય કેદીઓનો મામલો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
આ કેસમાં તમામના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તપાસ શરૂ છે. ડીએનએના સેમ્પલ ઈરાકને મોકલી દેવાયા છે.
વિદેશની જેલોમાં ભારતીય કેદીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો સરકારને ચિંતાનો વિષય લાગી રહ્યો છે. હાલ સાઉદી અરેબીયામાં ભારતીય કામદારોની સંખ્યા વધુ છે. પરિણામે ત્યાં ભારતીય કેદીઓની સંખ્યા પણ વધુ પ્રમાણમાં છે. આ ઉપરાંત યુએઈ ભારતીય કેદીઓની સંખ્યા મામલે દ્વિતીય સ્થાન ધરાવે છે.
નવીદિલ્હીથી ઈઝરાયલના તેલ અવિવ વચ્ચે હવાઈ યાત્રા માટે સાઉદી અરેબીયાએ પોતાના એરસ્પેશનો ઉપયોગ કરવાની એર ઈન્ડિયાને મંજુરી આપી છે. ઈઝરાયલ જવા માટે સાઉદી અરેબીયાએ ૭૦ વર્ષોમાં કયારેય એર ઈન્ડિયાને પોતાનું એરસ્પેશ ઉપયોગ કરવા દીધુ નથી. ૭૦ વર્ષ બાદ આ મંજુરી આપવામાં આવી છે.
ભારત સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમતોલન જાળવવા આ પગલું લેવામાં આવ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુએ ગઈકાલે આ મામલે કહ્યું હતું કે, સાઉદી અરેબીયાએ એર ઈન્ડિયાને પોતાની હવાઈ સીમાનો ઉપયોગ કરવા મંજુરી આપી હતી. અલબત આ મામલે હજુ સાઉદી અરેબીયાએ સતાવાર જાહેરાત કરી નથી. ૭૦ વર્ષ બાદ એર ઇન્ડિયાના ઇઝરાયેલ જતા પ્લેનને સાઉદી અરેબીયાએ મંજુરી આપી