કરદાતાઓની સંખ્યા ૧ કરોડને આંબી
દેશમાં આઝાદી બાદના ટેકસમાં સૌથી મોટા ફેરફાર તરીકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીની અમલવારી થઈ છે. જે અંતર્ગત કરદાતાઓમાં અધધ ૨૫%નો વધારો થયો છે અને આ વધારાની સાથે કરદાતાઓની સંખ્યા એક કરોડે પહોંચી છે. જેમાં આ એક કરોડ લોકો એવા નોંધાયા છે કે જેઓ એકસાઈઝ ડયુટી, વેલ્યુ એડેડ ટેકસ-વેટ અને સર્વિસ ટેકસ ચુકવે છે.
એક સરકારી અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, જયારે જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે દેશમાં ૮૦ લાખ કરદાતાઓ હતા જેમાંથી મોટાભાગના કરદાતાઓએ મલ્ટીપલ ટેકસના પેમેન્ટ માટે નોંધણી કરાવી હતી. જેમ કે એક કંપનીએ વેટ, એકસાઈઝ સહિત સર્વિસ ટેકસ માટે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય પરંતુ જીએસટી આવવાથી કરદાતાઓની સંખ્યા એક કરોડે પહોંચી છે.
અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે, ક્રિસમસ સુધીમાં જીએસટીના પંજીકરણ માટે ૯૯ લાખ કરદાતાઓને આકર્ષિત કરવામાં સરકાર કામપાળ થઈ છે. જેમાંથી ૧૬.૬ લાખ કરદાતાઓ કોમ્પોઝીશન ડીલર્સ હતા જેઓ ઈન્વોઈસ ડીટેઈલ આપ્યા વગર પણ ત્રિમાસિક રીટર્ન જમા કરવાના હકદાર હતા. જોકે વાસ્તવિક ટેકસ બેઝનો ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે જીએસટી રીટર્ન ફાઈલિંગમાં થોડી છુટછાટો આપી તેની અસર પણ જોવાઈ રહી છે. સોમવારે ૬ લાખ રીટર્ન ફાઈલ થયા. સોમ, મંગળ, બુધ ફાઈલ રીટર્ન માટે ઘસારો રહ્યો. અધિકારીઓએ સિસ્ટમ સ્લો ડાઉન થઈ ગઈ છે. તે વાતને સત્યથી વેગડી ગણાવી છે. કહ્યું કે જીએસટી નેટવર્કની કેપેસીટી વધી છે અને સિસ્ટમ સારી રીતે કામ કરે છે.