રાજયના અતિ પછાત તાલુકાઓમાંના કલ્યાણ પુર તાલુકામાં કન્યા કેળવણી માટેની સાંસદ પુનમ માડમની જહેમત ફળી

દેવભૂમિ દ્વારકા જીલ્લાના બાલિકા વિઘાલય અંગે બેઠક વધારી સરકારે સંસદસભ્ય પુનમબેન માડમની ભલામણ માન્ય રાખતા રાજય સરકારશ્રી પ્રત્યે આભાર વ્યકત કરાયો છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલય કાર્યરત છે. અને તેમાં પ૦ બાળાઓ માટેની જગ્યા છે. આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરતા અભ્યાસ કરવા માંગતી પછાત વર્ગોની બાળાઓની સંખ્યા ઘણી છે.

તેમજ રાજયના અતિ પછાત તાલુકાઓમાં કલ્યાણપુરનો સમાવેશ થાય છે. માટે આ વિસ્તારમાં કન્યા કેળવણીની સુવિધા વધે તેની તાતી જરુર હોઇ આ અંગે કયાણપુર પંથક તથા દ્વારકા જીલ્લાના અગ્રણીઓ પ્રજાપ્રતિનિધિઓ કાર્યકર્તાઓ વાલીઓ દ્વારા સાંસદ પુનમબેન માડમસમક્ષ રજુઆત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ આ વિઘાલયમાં બેઠક સંખ્યા વધારવા ભલામણ સહ ભારપૂર્વક રજુઆત કરી હતી.

જે ભલામણને માન્ય રખાઇ છે અને આ બાલિકા વિઘાલયમાં રહી કેન્દ્ર સરકારશ્રીની પુરસ્કૃત યોજના અંતર્ગત અભ્યાસ કરી શકે તે માટે બાલિકાઓ માટે બેઠક રખાઇ છે અને આ બાલિકા વિઘાલયઅ  માટે બેઠક હાલ જે પ૦ છે તેમાંથી વધારી ૧પ૦ કરવામાં આવી છે જે અંગેનો મંજુરીપત્ર સંસદસભ્ય પુનમબેન માડમને જાણ કરવા સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર એ પાઠવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.