સૌરાષ્ટ્રમાં નવા છ કેસ સાથે રાજયમાં 24 કલાકમાં કોવિડથી 36 લોકો સંક્રમીત: એકનું મોત
અબતક,રાજકોટ
દિવાળીના તહેવાર બાદ રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન કોરોનાના 36 કેસો નોંધાયા હતા. હાલ રાજયમાં કોવિડના એકિટવ કેસનો આંક 319 એ પહોચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાજકોટ, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસો મળી આવ્યા હતા.
ગઈકાલે મંગળવારે રાજયમાં દિવસ દરમિયાન કુલ 36 લોકો કોરોનાથી સંક્રમીત થયા હતા નવસારી જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ નિપજયું હતુ. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના બે દર્દીઓ મળી આવ્યા હતા. જયારે જામનગર મહાપાલિકા વિસ્તારમાં નવા બે કેસ અને જિલ્લામાં એક કેસ મળી આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ એક કેસ મળી આવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 17 કેસ, વડોદરામાં 6 કેસ નવસારીમાં 3 કેસ, જામનગરમાં ત્રણ કેસ, રાજકોટમાં બે કેસ, સુરતમાં ત્રણ કેસ, ગીર સોમનાથ અને વલસાડ જિલ્લામાં કોરોનાનો એક એક કેસ સહિત રાજયમાં કુલ 36 કેસ મળી આવ્યા છે. જયારે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે 5,10,849 લોકોને કોરોનાની વેકિસન આપવામાં આવી હતી. કચુલ 7,79,84,129 વેકિસનના ડોઝ આપી દેવામાં આવ્યા છે.
રાજયમાં હાલ કોરોનાના 319 એકિટવ કેસ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે.જયારે 313 દર્દીઓની હાલત સ્ટેબલ છે. કુલ 816856 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજયમાં રિકવરી રેટ 98.74 ટકા છે. જયારે 10092 વ્યકિતઓનું કોરોનાથી મોત નિપજયું છે.