દેશભરની બેંકોમાં ખોલાયેલા જનધન ખાતામાં જમા થયેલી રકમનો આંકડો ૮૦,૦૦૦ કરોડને પાર થયો હતો. સરકારના આ ફલેગશીપ આર્થિક પ્રોગ્રામમાં લોકોનો સારો સહકાર મળ્યો હતો. નાણામંત્રાલયના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૧૭થી જનધન ખાતાઓમાં ડિપોઝીટમાં સતત વધારો થયો હતો. ૨૦૧૮ના એપ્રિલની ૧૧ તારીખે આ આંકડો ૮૦૫૪૫.૭૦ કરોડ થયો હતો.
ઉલ્લેખનીય છે કે નોટબંધી દરમિયાન પ્રધાનમંત્રી જનધન યોજનાને વધુ વેગ મળ્યો હતો. તે દરમિયાન તેમાં ડિપોઝીટ વધવા પામી હતી. જનધન યોજનાને વર્લ્ડ બેન્કે પણ સફળ યોજના ગણાવી હતી. નાણા મંત્રાલયના અધિકારી રાજીવકુમારે જણાવ્યું હતું. લોકોને અર્થકારણમાં ભેળવવાના સરકારના પ્રયાસોને વિશ્વભરમાંથી પ્રશંસા મળી હતી.
Deposits in Jan Dhan accounts cross Rs 80,000 crorehttps://t.co/fIXa0lkMq8
via NMApp pic.twitter.com/w8vziIhi7L
— Vijay Rupani (@vijayrupanibjp) April 23, 2018
૨૦૧૬માં નવેમ્બર પછી ડિપોઝીટ ૪૫૩૦૦ કરોડથી વધી ૭૪૦૦૦ કરોડ થઈ હતી. નોટબંધી દરમિયાન આ ડિપોઝીટ વધવા પામી હતી ત્યારબાદ ૨૦૧૭ પછી પણ સતત વધારો થયો હતો. ૨૦૧૮ના એપ્રિલની ૧૧ તારીખે જનધન ખાતાધારકોની સંખ્યા ૨૬.૫ કરોડથી વધીને ૩૧.૪૫ કરોડ થઈ હતી. ૨૦૧૬ના નવેમ્બરમાં તે ૨૫.૫૧ કરોડ હતા.
આઈસેકરના વડા અભિષેક પંડિતે જણાવ્યું હતું કે નોટબંધી અગાઉ એકાઉન્ટ ઓપરેશન રૃપિયા ૪૮૦ હતું તે નોટબંધી બાદ વધીને ૧૦૯૫ રૃપિયા પ્રતિ એકાઉન્ટ હતું.
૨૦૧૪માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૃ થઈ હતી. ગ્લોબલ ફોન્ડેક્સ રિપોર્ટ અનુસાર ૨૦૧૭માં ભારતમાં ખાતા ધારકોની સંખ્યામાં ૮૦ ટકા વધારો થયો હતો. ૨૦૧૭માં તે ૫૩ અને ૨૦૧૪ તે ૩૫ ટકા હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com