11653 ઉમેદવારો પૈકી 5362 ઉમેદવારોએ પરીક્ષા આપી, 6291 ગેરહાજર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારાજુદા-જુદા સંવર્ગોનીભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર, નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), આસી.એન્જી.(મિકે.) આસી.એન્જી.(સિવિલ) અને એકાઉન્ટ ક્લાર્ક, આમ 5 સંવર્ગની લેખિત પરીક્ષા ગઈકાલે રવિવારે અલગ-અલગ સમય મુજબ શહેરના 9 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી. આ પાંચેય લેખિત પરીક્ષાના મળીને કુલ ઉમેદવારો-11653 નોંધાયેલ હતા, જે પૈકી 6291ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને5362ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
કોરોના વાયરસની સરકાર ની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ.આમ, રાજકોટ મહાનગરપાલિકાની(1) સેનેટરી સબ ઇન્સ્પેકટર, (2)નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), (3) આસી.એન્જી.(મિકે.) (4) આસી.એન્જી.(સિવિલ) અને (5) એકાઉન્ટ ક્લાર્કની લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.