પરમાણુ બૉમ્બ લોંચ કરવાનું બટન હંમેશા પોતાના ડેસ્ક પર જ રહે છે એટલે કે ‘અમેરિકા ક્યારેય યુદ્ધ શરૂ જ કરી શકશે નહીં‘ તેવી ધમકી ઉત્તર કોરિયાના સુપ્રીમો કિમ જોંગ ઉને આપી છે. વા વર્ષનાં ભાષણમાં કિમ જોંગ ઉને જણાવ્યું કે આખું અમેરિકા ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોની રેન્જમાં છે અને “આ ધમકી નથી વાસ્તવિકતા છે.”જોકે, પાડોશી દેશ દક્ષિણ કોરિયા મામલે કિમ જોંગે થોડું નરમ વલણ અપનાવ્યું હતું તેમણે સંકેત આપ્યા કે તેઓ દક્ષિણ કોરિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
કિમ જોંગે જણાવ્યું કે ઉત્તર કોરિયા સિઓલમાં યોજાનારા વિન્ટર ઑલિમ્પિકમાં ટીમ મોકલી શકે છે. ઉત્તર કોરિયા પર ઘણી મિસાઇલોનાં પરીક્ષણ તેમજ પરમાણુ કાર્યક્રમના પગલે અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાગ્યા છે. દુનિયાના ઘણા દેશો એવા છે કે જેમણે ઉત્તર કોરિયા સાથે પોતાના સંબંધો તોડી નાખ્યા છે. પરંતુ તેની ચિંતા કર્યા વગર ઉત્તર કોરિયા છ અંડરગ્રાઉન્ડ મિસાઇલ પરીક્ષણ કરી ચૂક્યું છે.
નવેમ્બર 2017માં ઉત્તર કોરિયાએ હવાસોંગ-15 મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 4,475 કિલોમીટરનું અંતર કાપી શકી હતી. નવા વર્ષના અવસર પર આપેલાં ભાષણમાં કિમ જોંગે હથિયારો મામલે પોતાની નીતિ પર ફરી ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “ઉત્તર કોરિયાએ ભારે માત્રામાં પરમાણુ હથિયાર અને બેલેસ્ટીક મિસાઇલ બનાવવી જોઈએ. તેમને તહેનાત કરવાનું કામ પણ ઝડપથી થવું જોઈએ.” કિમે આ વર્ષે દક્ષિણ કોરિયા સાથે સંબંધ સુધરવાની આશા વ્યક્ત કરી છે.