છ પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા ૦૮ થી ૧૧ જુલાઈ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાઓ યોજનાર હોય આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકારની રૂએ પી.જી.પટેલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમ જારી કર્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા મોરબી જિલ્લામાં ધો.૧૦ પૂરક પરીક્ષા મોરબી ખાતે (૧) ધી.વી.સી. ટેક. હાઈસ્કુલ, મોરબી (૨) નીલકંઠ વિદ્યાલય,રવાપાર રોડ, મોરબી અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોરબી ખાતે (૧) સ. વ. પ. ક્ધયા વિદ્યાલય,નવા બસ સ્ટેન્ડ પાછળ,શનાળા રોડ, મોરબી તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા મોરબી ખાતે (૧) ડી.જે. પટેલ ક્ધયા વિદ્યાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ,શનાળા રોડ, મોરબી (૨) એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કુલ,મોરબી (૩) નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ,શનાળા રોડ, મોરબી ઉપર પરિક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવેલ હોય તેવા પરિક્ષા સ્થળની આસપાસના ૨૦૦ મીટર (બસો મીટર)ના વિસ્તારમાં તારીખ:-૦૮-૦૭-૨૦૧૭ થી તા.૧૧-૦૭-૨૦૧૭ સુધી પરિક્ષામાં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરિક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરધસ કાઢવું નહી.

તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્યુ કરવુ નહી તેવો હુકમ ફરમાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.