૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: ૧૭ ફેબ્રુઆરીએ મતદાન

રાજયના ૩૩ જિલ્લાની ૭૫ નગરપાલિકા માટે ચૂંટણીપંચના આદેશ મુજબ આજે જાહેરનામુ પ્રસિધ્ધ થઈ ચુકયું છે. સાથે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા માટે પણ નોટિસ બહાર પાડવામાં આવી છે. જિલ્લાની પાંચ નગરપાલિકા જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને જસદણમાં કુલ ૪૨ વોર્ડની ૧૬૮ બેઠકોનો સમાવેશ થાય છે.રાજય ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુખ્ય તા.૩ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા.૫ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રની ચકાસણી થશે. તા.૬ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચી શકાશે. ૧૭મી ફેબ્રુઆરીએ મતદાન, ૧૮મીએ જ‚ર પડે તો ફેર મતદાન અને ૧૯મીએ મત ગણતરી રહેશે.

નગરપાલિકાની આ ચૂંટણીમાં ઈવીએમથી મતદાન યોજાશે. વધુમાં નાગરીકો નોટાનો ઉપયોગ કરી શકશે. જાહેરનામુ પ્રસિધ્ધ થયાની સાથે ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ થયો છે. જેતપુર-નવાગઢ પાલિકામાં ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો, આરઓ તરીકે પ્રાંત અધિકારી ગોંડલ, ધોરાજીમાં ૯ વોર્ડ, ૩૬ બેઠક, આરઓ તરીકે પ્રાંત અધિકારી ધોરાજી, ઉપલેટામાં ૯ વોર્ડ, ૩૬ બેઠક આરઓ તરીકે નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજના, ભાયાવદરમાં ૬ વોર્ડ ૨૪ બેઠક આરઓ જિલ્લા પુરવઠા અધિકારી, જસદણમાં ૭ વોર્ડ અને ૨૮ બેઠક આરઓ તરીકે પ્રાંત અધિકારી જસદણ જવાબદારી સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.