જૂની નોટો ભરીને  ૩.૧૨ લાખની નવી નોટો મેળવી લીધાનો આક્ષેપ

માણેકચોકમાં કરિયાણાના વેપારીને ઈન્કમટેક્સની નોટિસ મળી. નોટબદલી દરમિયાન  ૩.૧૨ લાખની જૂની નોટો બેન્ક ખાતામાં ભરીને નવી નોટો મેળવવામાં આવી હોવા અંગે નોટિસ મળતાં વેપારી ચોંકી ઊઠ્યા હતા. પોતે લોન ભરપાઈ કરવા માટે આપેલા ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કરીને પોતાના ખાતામાં જૂની નોટો ભરવામાં આવી હોવાની આક્ષેપાત્મક ફરિયાદ વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

મેમનગરમાં રહેતા વિપુલભાઈ પ્રજાપતિ માણેકચોકમાં કરિયાણાનો ધંધો કરે છે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાણેજ જમાઈ વરૂણકુમાર નારણભાઈ પ્રજાપતિ હાલ આદર્શ કો.ઓ. બેન્ક (માધવપુરા શાખા)માં મેનેજર તરીકે નોકરી કરે છે. અગાઉ તેઓ કાલુપુર કોમર્શિયલ બેન્ક (ખોખરા બ્રાન્ચ)માં મેનેજર હતા. આ સમયે વર્ષ ૨૦૧૨-૧૩માં મકાન અને ફોરવીલ અને પર્સનલ લોન લેવા માટે વરૂણભાઈને પાન કાર્ડ, આધાર સહિતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઝેરોક્સ તેમજ ફોટોગ્રાફ્સ આપ્યા હતા. બેન્કમાંથી પિતાજીનું મકાન તેમ વિપુલભાઈની કઈંઈ પોલિસીઓ મોર્ગેજ કરી અલગ-અલગ પ્રકારની કુલ ૨૧ લાખની લોન મેળવી હતી. વિપુલભાઈના પિતાજીએ મકાનની લોન સમયમર્યાદા પહેલા ભરી ગઘઈ લીધી હતી અને અસલ ડોક્યુમેન્ટસ મેનેજરે પરત આપ્યા હતા. પણ, ઝેરોક્સ વરૂણકુમારે પરત કરી નહોતી.

આ પછી વર્ષ ૨૦૧૬ના એપ્રિલમાં કઈંઈ પોલિસીઓ ઉપર લોન લેવા માટે વરૂણકુમારને કઈંઈ પોલિસીઓ આપવામાં આવી હતી. ફોઈના દીકરા નિતેશ પ્રજાપતિને લોનના રૂપિયા આપવા માટે વરૂણકુમારને કહેવાયું હતું. વરૂણકુમારે  ૭૭,૫૦૦ની લોન મંજૂર કરાવી રૂપિયા નિતેશને આપ્યા હતા. આ સમયે વિપુલભાઈ સહી કરવા માટે ગયા નહોતા. કારણ કે, તેમને બેન્ક ઉપર બોલાવવામાં આવ્યા નહોતા. વરૂણકુમારે આદર્શ કો.ઓ. બેન્કમાં કઈંઈના આધારે બનાવટી ખાતું ખોલાવી નાંખ્યું હતું તેમાં પોતાની સહી નહીં હોવાનો આક્ષેપ પણ વિપુલભાઈએ ફરિયાદમાં કર્યો છે. બાદમાં, નિતેશે આ લોનના પૈસા પણ ભરાઈ કરી દીધા હતા

દરમિયાન, નોટબંધી દરમિયાન તા. ૯-૧૧-૨૦૧૬થી ૩૦-૧૨-૨૦૧૬ દરમિયાન વરૂણકુમારે કઈંઈના આધારે ખોટા ખોલેલા ખાતામાં  ૩,૧૨,૦૦૦ની ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો ભરી દીધી હતી. વરૂણકુમારે કમિશન લેવા માટે પૈસા ભર્યા હતા અને બાદમાં નવા ચલણના  ૩.૧૨ લાખ ઉપાડી લીધા હતા. આ પૈસા ઉપાડવા માટે વરૂણકુમારે ખોટી સહીઓ કરી નોટબંધી વખતે જૂની નોટો ખાતામાં ભરી નવું ચલણ મેળવી લીધાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.ફરિયાદમાં ઉમેરાયું છે કે, ઈન્કમટેક્સ તરફથી તા. ૧૪-૭-૨૦૧૭ના રોજ ઈ-મેઈલથી નોટિસ મળતાં વેપારી વિપુલભાઈએ સી.એ. ઉશીભાઈ મશરૂવાલાને સાથે રાખીને તપાસ કરતાં ખબર પડી હતી કે, ખોટા નામે બેન્ક એકાઉન્ટ ખોલીને નોટબંધી અને નોટબદલી દરમિયાન  ૩.૧૨ લાખની જૂની નોટો ભરીને નવી નોટો મેળવી લેવામાં આવી હતી. માધવપુરા પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી ડોક્યુમેન્ટસ બનાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઙઈં આર.વી. ધરસંડીયાએ કહ્યું કે, નોટબંધી દરમિયાન પોતાના ખાતામાં નોટબદલી કરીને વિશ્વાસઘાત કરાયાના કેસમાં ઊંઢઈ અને બેન્ક ખાતાંની વિગતો મેળવવા સહિતની કાર્યવાહી થઈ રહી છે. તમામ પાસાતપાસીને કાર્યવાહી કરવામાં આવશે.બેન્ક મેનેજર સંબંધી સામે પોલીસ ફરિયાદ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.