આરબીઆઈ લિક્વિડીટી કવરેજ રેસીયો અમલમાં લાવશે

પાંચ હજાર કરોડથી વધુની એસેટ ધરાવતી કંપનીઓને લિક્વિડીટી કવરેજ રેસીયોનો મળશે લાભ

ભારતના અર્થતંત્રને વધુ મજબૂત કરવા માટે સરકાર પૂર્ણત: કટીબદ્ધ રહી છે અને અનેકવિધ એવા ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણયો હાથ લીધેલા છે જેના લીધે ભારતનું અર્થતંત્ર વધુને વધુ મજબૂત બની શકે છે. વધુમાં વાત કરવામાં આવે તો ભારતની નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની વધુ સારી રીતે ધિરાણ કરી શકે તે માટે આરબીઆઈ દ્વારા લીકવીડીટી કવરેજ રેસીયો અમલમાં લાવવામાં આવશે.

નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશનને લીકવીડીટી કવરેજ રેસીયાનો લાભ ત્યારે જ મળી શકશે જયારે તે કંપનીની એસેટ વેલ્યુ ૫૦૦૦ કરોડથી વધુની હોય. ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો પહેલા એનબીએફસી ક્ષેત્રની કંપની પાસે ૫૦૦૦ કરોડથી વધુની એસેટ વેલ્યુ રહેતી હતી. પરંતુ તરલતા ન હોવાના કારણે તેને અનેકવિધ પ્રકારે તકલીફનો સામનો કરવો પડતો હતો. હવે આરબીઆઈ દ્વારા નવા નિયમોનુસાર જે કંપની પાસે એસેટ વેલ્યુ ૫૦૦૦ કરોડથી વધુની રહેશે તેને આ નવી યોજનાનો લાભ મળી શકશે.

એનબીએફસી કંપનીની જયારે વાત કરવામાં આવે તો ડીએલએફ, ઈન્ડિયા બુલ જેવી કંપનીઓ ફરીથી બેઠી થશે અને ધિરાણમાં પણ તેઓ લોકઉપયોગી બની શકશે. કોઈપણ મોટી કંપની હોય કે વ્યક્તિગત લોકોને અમુક સમયે ધીરાણ માટે જે આજીજી કરવી પડતી હોય છે તેમાં ઘણા ખરા કેસોમાં બેંકો તેમને ધીરાણ આપવામાં અસક્ષમ નિવડે છે ત્યારે જે તે કંપની અને તે વ્યક્તિઓ માટે એનબીએફસી એક આશાનું કિરણ બનતું હોય છે.

પરંતુ નિયમો જટીલ હોવાના કારણે એનબીએફસી કંપનીઓને અનેકવિધ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે અને તે કંપનીને ધીરાણ આપવામાં પણ અસક્ષમ સાબીત થતું હોય છે. જયારે હવે આરબીઆઈ દ્વારા લીકવીડીટી કવરેજ રેસીયો લાગુ કરવામાં આવ્યો છે તો તે હવે કંપનીઓને લોન પણ આપી શકશે અને તેની તલતામાં પણ વધારો થઈ શકશે જેની અસર પરોક્ષ રીતે ભારતના અર્થતંત્ર ઉપર હકારાત્મક પડશે.

અંતમાં જો વાત કરવામાં આવે તો જે કોઈ એનબીએફસી કંપનીની એસેટ વેલ્યુ ૫૦૦૦ કરોડથી વધુની રહેશે તેને જ આરબીઆઈની લીકવીડીટી યોજનાનો લાભ મળી શકશે નહીં કે ૫૦૦૦ કરોડથી ઓછી એસેટ વેલ્યુ હોવાવાળી કંપનીને. ત્યારે આ નિર્ણય આરબીઆઈનો ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે જેનાથી એનબીએફસી કંપની ફરીથી બેઠી થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.