રાજકીય વગ ધરાવતા અને ભરતીની પ્રક્રિયા નિયમાનુસાર ન થયાની માંગ સાથે ૩૬ વકીલોએ કરી માંગ: તા.૨૩ માર્ચે વધુ સુનાવણી
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ૧૮૯૬ એડવોકેટોને નોટરી તરીકે નિમણુંક અપાતા અમદાવાદના એડવોકેટ અયુબખાન સહિત ૩૬ એડવોકેટ અન્યાય થયાનો અહેસાસ સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા હાઈકોર્ટે સામાવાળાને નોટીસ કરી આગામી તા.૨૩ માર્ચના રોજ વધુ સુનાવણી અર્થે રાખવામાં આવી છે.
વધુ વિગત મુજબ કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા ગત તા.૨૩.૮.૧૮ના રોજ ૨૩૬૦ નોટરીની જગ્યા અંગે જાહેરનામું બહાર પાડવાના પાંચ દિવસ બાદ બીજી જાહેરનામું બહાર પાડી કુલ ૩ હજાર નોટરી અંગેની નિમણુંક અંગે અરજી પત્ર મંગાવવામાં આવ્યા હતા.
જે અંગેની કેન્દ્રીય કાયદા વિભાગ દ્વારા નોટરીની ઈન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાજેતરમાં ૧૮૯૬ વકીલોને નોટરી તરીકે નિમણુંક આપવામાં આવી હતી.કેન્દ્રના કાયદા વિભાગ દ્વારા આપવામાં આવેલી નિમણુંકથી અયુબખાન બિસ્મીલ્લાહ ખાતે લઘુમતીને અન્યાય થયાનું સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે.
વધુમા રીટમાં જણાવ્યું છે કે રાજકીય વગર ધરાવતા વકીલોને નિમણુંક આપવામાં આવી છે. નિયમ મુજબ ત્રણ સભ્યોની પેનલ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવતું હોય છે પરંતુ બે સભ્યો દ્વારા પ્રક્રિયા કરી જેમાં એક સભ્ય કોમ્પ્યુટર ઓપરેટર હતો તેમની નોટરીની ભરતી પ્રક્રિયા ક્રાઈટ એરીયા મુજબ કરવામાં આવી નથી તેમજ અમદાવાદ જિલ્લામાં એક પણ લઘુમતિ ઉમેદવારને લેવામાં આવ્યો નથી.
હાઈકોર્ટમાં દાખલ થયેલ રીટમાં સામાવાળાને નોટીસ ઈસ્યુ કરી આગામી તા.૨૩ માર્ચના રોજ હાજર રહેવા અને આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.