સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોય વ્યવસ્થા વધુ સઘન બનાવવા કવાયત
રાજકોટ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેથી કોરોનાના નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તા ફરી રાજકોટ આવ્યા છે. તેઓ દ્વારા બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે અને સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોય સામે વ્યવસ્થા વધુ સઘન બનાવવા કવાયત હાથ ધરી છે.
રાજકોટ જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સરકારે રાજકોટ જીલ્લામાં કોરોના સામે અસરકારક કાર્યવાહી સંદર્ભે રાજકોટ જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલના ઉદ્યોગ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તાની નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે. ગયા અઠવાડીયે તેઓ રાજકોટ આવ્યા બાદ ત્રણ દિવસની રજામાં ગાંધીનગર પરત ફર્યા હતાં. આજથી ફરી તેઓ રાજકોટ આવ્યા છે.
આજે બપોરે 1ર વાગ્યે રાજકોટ આવ્યા બાદ તેમણે કોર ગ્રુપની કલેકટર કચેરી ખાતે મીટીંગ યોજી છે. જેમાં કલેકટર, મ્યુ. કમીશ્નર, ડીડીઓ, પોલીસ કમિશ્નર તથા અન્ય અધિકારીઓ સાથે વેકસીન, તથા દર્દીઓ વધી રહ્યા હોય, વધુને વધુ કોવીડ-હોસ્પીટલો શરૂ કરવા અંગે કાર્યવાહી હાથ ધરાઇ છે.ઉપયોગ ડો. રાહૂલ ગુપ્તાએ કલેકટરની અધ્યક્ષતામાં સીવીલ હોસ્પીટલના ડોકટરો તેમજ જીલ્લા આરોગ્ય વિભાગના ડોકટરો સાથે પણ વેકસીન-ધનવતંરી રથ, ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કેસો-બહારથી આવતા લોકો સહિતની બાબતે પણ સમીક્ષા હાથ ધરી હતી.