સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલિયાની વિશેષ ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવારનું નૂતન વર્ષનું સ્નેહમિલન આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાએલ હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ કર્મચારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ-શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ એ ગુજરાત રાજયની યુનિવર્સિટીઓમાં અગ્રેસર છે. આગામી સમયમાં “નેક” દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પુન: એક્રેડીટેશન થનાર છે ત્યારે સૌ સાથે મળીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી ઉંચાઈએ લઈ જવા માટે ઉત્તમ કાર્ય કરવા કટિબધ્ધત થઈએ.
સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયની પ્રથમ “એ” ગ્રેડ યુનિવર્સિટી છે. છેલ્લા નવ મહિનાના મારા કાર્યકાળમાં મેં યુનિવર્સિટીના કર્મચારીઓની કામગીરી જોઈ છે. મને વિશ્વાસ છે કે આ યુનિવર્સિટી આગામી “નેક” માં “એ પ્લસ” ગ્રેડ પ્રાપ્ત કરશે એમાં શંકાને સ્થાન નથી. માન. કુલપતીએ ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, સિન્ડિકેટ સભ્યો ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. હરદેવસિંહ જાડેજા, ભવનોના અધ્યક્ષશ્રીઓ, સેનેટ સભ્યો, પ્રાધ્યાપકઓ તથા બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.