લોકોને સરકારની તમામ યોજનાની માહિતી મળી રહે અને લોકો વધારેમાં વધારે સરકારી યોજનાનો લાભ લઈ શકે અને તેમના જે કોઈ પ્રશ્ર્ન હોય તેનું શકય હોય ત્યાં સુધી સ્થળ નિરાકરણ અથવા તેને તે માટે કઈ સરકારી કચેરીનો સંપર્ક કરી તેના પ્રશ્ર્નનું ઝડપી નિરાકરણ આવે તે માટે માહિતી આપવામાં આવે છે.

જે અંતર્ગત લખતર તાલુકા વડલા ગામે રાત્રી સભાનું આયોજન કરાયું હતું. આ સભા લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, તાલુકા વિકાસ અધિકારી યોગેશ રાવલ, પી. એસ. આઈ આઈ વાય. એસ. ચુડાસમા, વડલા સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે હાજર ગ્રામજનો દ્વારા હાલમાં રવિ પાકનું વાવેતર ચાલુ હોય મોટા પ્રમાણમાં નર્મદા કેનાલ અને પાણીના પ્રશ્ર્નોની રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.