દુધનો દાઝ્યો છાસ પણ ફુંકે

8 મનપામાં રાત્રી કર્ફ્યૂની ગાઈડલાઈન યથાવત: રાત્રે 1 થી સવારે 5 સુધી કરફયૂ

 

અબતક, ગાંધીનગર

રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર યથાવત્ રાખ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં નથી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે.

ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ગત 1 ડિસેમ્બરથી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ માટે 10 દિવસની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેની અવધિ આજે પૂર્ણ થતા રાજ્ય સરકારે ગાઇડલાઇન યથાવત્ રાખી છે.

રાત્રી કર્ફ્યૂ એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી અમલી બનાવવામા આવ્યો હતો.જેમા હોટલ રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાત્રિના 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. એવી જોગવાઈ કરવામાં આવી હતી હવે શું બદલાવ લાવે છે તેના પર સૌની નજર છે.

લગ્ન માટે 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવીને મંજૂરી મેળવવાની યથાવત્ રાખવામાં આવી છે. તો કોચીંગ સેન્ટરો 50% ક્ષમતા સાથે વાંચનાલય 75%ની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. સ્પા પણ રાત્રીના નવ વાગ્યા સુધી ખુલ્લા રાખવા સરકારે મંજૂરી આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.