આધુનિક વિશ્વમાં ઉત્પાદનલક્ષી આત્મનિર્ભર ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આયાતનુ ભારણ ઘટાડી ઘરેલુ અવેજી વિકલ્પો થકી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં ભારતની લાંબાગાળાની કવાયત હવે પરિણામદાયી સફર તરફ આગળ વધી રહી છે
દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું વિશાળ કદ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા થઇ રહેલા આ યોજનાના પરિણામો હવે મળવા લાગ્યા છે લાંબાગાળાના આયોજન માટે કૃષિક્ષેત્ર અને આત્મનિર્ભર ભારત જેવા લાંબાગાળાના અભિયાનો ભારતના અર્થતંત્રને નકર અને વાસ્તવિક મજબુતી આપશે તે હવે સ્પષ્ટ બની ગયું છે. અર્થતંત્રનો મુખ્ય આધાર એવા ઔદ્યોગિક ઉત્પાદનો અને કૃષિક્ષેત્રના સર્વાંગી વિકાસની સાથે સાથે આ બન્ને ક્ષેત્રોમાં ઉત્પાદન વૃદ્ધિની સાથે-સાથે ખર્ચમાં કાપ કરવાના બેવડા આયોજનરૂપી રણનીતિથી અર્થતંત્રને ખરું પીઠબળ મળવા લાગ્યું છે. કૃષિક્ષેત્રમાં ઉત્પાદન વિકાસની સાથે સાથે ખેડૂતોને મહત્તમ ખર્ચ ઉપર થાય તેવા ટેકાના ભાવના સહારાથી ખેડૂતોની આવક બમણી થશે સાથે સાથે કૃષિ કાયદા અને ખાસ કરીને એમએસપીની વ્યવસ્થાથી ખેડૂતોને ભાવમાં વિશ્ર્વસનીયતા જેવી સવલતોના કારણે કૃષિ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્રે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે. સરકારની ટેક્ષટાઈલ્સ ક્લસ્ટરની જેમ વિવિધ ઔદ્યોગિક જૂથના એક જ સ્થળે ઉભા કરીને ઉત્પાદનની પડતર કિંમત ખૂબ નીચે લઈ જવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી વૈશ્વિક બજારમાં ભારતના માલની સ્પર્ધાત્મક કિંમતોમાં અનુકુળ રહેશે. અત્યારે ચીન અને અમેરિકા જેવા ઉદ્યમી અને ઉત્પાદનલક્ષી અર્થતંત્ર ધરાવતા દેશો માટે ભારત સ્પર્ધક રીતે વિકસી રહ્યું છે. ભારતના અર્થતંત્રમાં જરૂરી એવા નજીવી ફુગાવાના અવશેષ સાથે જે રીતે બજેટનું આયોજન થયું છે. તેમાં ખર્ચ વધારી આવકમાં વધારો કરવાની રણનીતિ અર્થતંત્ર માટે ફાયદારૂપ સાબિત થશે ખર્ચ કરીને આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો અને ‘કોસ્ટ કટિંગ’માં ભારતની ગણતરીપૂર્વકની રણનીતિ વિશ્વ વેપાર મંચ ઉપર ભારતનો માલ અને વિશ્વાસ મુકવાનો ગ્રાફ વધારી દેશે સરકારની લાંબાગાળાની રણનીતિ અને ઉદ્યોગો માટે સલામત મંચ ઊભું કરવાના લાંબાગાળાના આયોજનના કારણે ભારતના શેરબજારમાં પણ વિશ્વભરના મૂડી રોકાણકારો પોતાની મૂડીનું રોકાણ કરી રહ્યા છે. ભારત માટે આગામી ત્રણ વર્ષ ખૂબ જ મહત્વના અને પ્રગતિના બની રહેશે આગામી ત્રણ વર્ષમાં દેશનું અર્થતંત્ર આત્મનિર્ભર ભારત સ્કીલ ઇન્ડિયા અને કૃષિક્ષેત્રના વિકાસ અને ઉત્પાદનમાં વધારો થકી અર્થતંત્ર અને નક્કર મજબુતી આપશે જેનાથી દેશના આર્થિક અને આંતરમાળખાકીય રીતે મજબૂત ચિત્ર ઊભું થશે જેનાથી ભારત વૈશ્વિક સ્તરે મજબૂત અર્થતંત્ર ધરાવતો દેશ બની રહેશે. પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરના અર્થતંત્રની આપણી લક્ષ્ય સિદ્ધિ કદાચ આગામી ત્રણ વર્ષમાં વધુ વિસ્તાર પામે તો પણ નવાઈ નહીં લાગે કારણકે ભારતનું અર્થતંત્ર નિશ્ચિત અને મક્કમ દિશામાં આગળ વધી રહ્યું છે.